गुजरात

જામનગરમાં સાંઢિયા પુલ પાસેથી રસ્તો ઓળંગી રહેલા યુવાનને કારના ચાલકે હડફેટમાં લઈ પગ ભાંગી નાખ્યો | young man was hit by a car driver while crossing the road in Jamnagar



Jamnagar Accident : જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતો નરેશ હરદાસભાઈ ગોજીયા નામનો 33 વર્ષનો યુવાન ગઈકાલે સાંઢીયા પુલ પાસેથી રસ્તો ઓળંગી રહ્યો હતો, જે દરમિયાન પુરઝડપે આવી રહેલી જી.જે.39 સી.બી. 9485 નંબરની કારના ચાલકે હડફેટમાં લઈ લેતાં તેનો જમણો પગ ભાંગી નાખ્યો હતો, તેમજ શરીરના અન્ય જુદા જુદા ભાગોમાં પણ ઈજા થઈ હતી.

આથી ઇજાગ્રસ્ત નરેશ ગોજીયાને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યાં તેની સાધન સારવાર ચાલી રહી છે. આ અકસ્માતના બનાવ અંગે પોલીસે કારચાલક સામે ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button