गुजरात

અઢી મહિનાના સમય દરમિયાન સુભાષબ્રિજ તોડવા સાબરમતી નદી સંપૂર્ણપણે ખાલી કરાશે | During the period of two and a half months



     

  અમદાવાદ,ગુરુવાર,12 માર્ચ,2026

અમદાવાદના હયાત ક્ષતિગ્રસ્ત સુભાષબ્રિજને તોડી રીસ્ટોર કરવા
ઉપરાંત બંને સાઈડે ટુ-ટુ લેનના નવા બ્રિજ રુપિયા ૨૩૫ કરોડના ખર્ચે બનાવાશે. હયાત
બ્રિજને તોડવા સાબરમતી નદી ૧ એપ્રિલથી ૧૫ જુન સુધી સંપૂર્ણપણે ખાલી કરાશે. આ
ઉપરાંત સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના દરવાજાનુ નવીનીકરણ અને સમારકામની
કામગીરી પણ કરવામા આવશે.

સુભાષબ્રિજના સુપર સ્ટ્રકચરને એપ્રિલમાં તોડવાની શરુઆત કરવામા
આવશે.બ્રિજ જુની  બેલેન્સ કેન્ટી લીવર પધ્ધતિથી
બનેલો હોવાથી તેના છ સ્પાન તોડવા માટે સુરત સ્થિત એસવીએનઆઈટી  અથવા આઈઆઈટી પાસે ખાસ મેથડ તૈયાર કરાવવામા આવી હોવાનુ
જાણવા મળે છે.નદી ખાલી હશે તે દરમિયાન જ બ્રિજના સુપર સ્ટ્રકચરનુ ડિમોલીશન પુરુ કરી
લેવાશે.જેથી ચોમાસા પહેલા રીસ્ટોરેશનની કામગીરી શરુ કરી શકાય.મળતી માહિતી મુજબ
, હાલમાં બ્રિજની આસપાસ
સોઈલ ટેસ્ટિંગ અને માપણીની કામગીરી ચાલી રહી છે.વાસણા બેરેજ ખાતે ડેમ સેફટી અંતર્ગત
બેરેજના દરવાજાના નવીનીકરણ અને મરામતની સાથે સુભાષબ્રિજના સુપરસ્ટ્રકચરને તોડાશે જેથી
નદી ખાલી હોય એ સમયે જ બ્રિજના કાટમાળનો નિકાલ કરી શકાય.



Source link

Related Articles

Back to top button