गुजरात

૨૮.૪૭ કરોડની છેતરપિંડીના કેસમાં ડોક્ટરની જામીન અરજી નામંજૂર | Doctor’s bail plea rejected in Rs 28 47 crore fraud case



વડોદરા : રૂા.૨૮.૪૭ કરોડની ઉચાપત અને છેતરપિંડી કરવાના બનાવમાં
સંડોવાયેલા ડોક્ટરે જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર કરી હતી. ચીફ
જ્યુ.મેજિ.એ ચૂકાદામાં નોંધ્યું હતું કે
,કેસમાં આશરે ૨૮ કરોડથી વધુની રકમની ઉચાપતનો
આક્ષેપ છે
, આવા આથક ગુનાઓ સમાજમાં દિન-પ્રતિદિન વધતા જાય છે
અને જો આરોપીને જામીન આપવામાં આવે તો તેને પ્રોત્સાહન મળે તેમ છે.

કેસની વિગત એવી છે કે, વોર્ડ વિઝાર્ડ મેડિકેર પ્રાઇવેટ લિમિટેડ
કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર રહીને આશરે રૃ. ૨૮.૪૭ કરોડની માતબર રકમની આથક ઉચાપત
કરવાના ગંભીર કેસમાં સંડોવાયેલા આરોપી ડો. સંતોષકુમાર હરીભાઈ ગઢવીની પોલીસે ધરપકડ
કર્યા બાદ તેણે જામીન અરજી મૂકી હતી.સુનાવણી દરમિયાન બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે
,કંપનીના ડિરેક્ટર્સ દ્વારા તેમને ખોટી રીતે ફસાવવામાં આવ્યા છે.નાણાંની
લેતી-દેતીમાં આરોપીનો કોઈ સીધો રોલ નથી.

જ્યારે સરકારી વકીલે રજૂઆત કરી હતી કેઆ એક સુનિયોજિત રીતે આચરવામાં
આવેલું વાઈટ કોલર ક્રાઈમ છે. તપાસ અધિકારીએ સોગંદનામામાં જણાવ્યું હતું કે આરોપી
સામે તપાસ હજુ ચાલુ છે. જો આવા ગંભીર ગુનામાં આરોપીને મુક્ત કરવામાં આવે તો પુરાવા
સાથે ચેડાં થવાની પૂરેપૂરી શક્યતા છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા ચીફ જ્યુડિશિયલ
મેજિસ્ટ્રેટે અરજદારની અરજી નામંજૂર કરી હતી.



Source link

Related Articles

Back to top button