गुजरात

છોટાઉદેપુર: કવાંટમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી: દોઢ કરોડના ખર્ચે બનેલો રસ્તો ગ્રામજનોએ હાથથી ઉખેડી નાખ્યો | Newly Built Road in Kavant Peels Off by Hand Chhota Udepur


Chhota Udepur News : છોટાઉદેપુરના કવાંટ તાલુકાના માણકા ગામ પાસે ત્રણ તાલુકાને જોડતા માર્ગ હલકી કક્ષાનો બનાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાથથી ડામર ઉખડી જતાં કોન્ટ્રાક્ટરે રોડ બનાવવામાં હલકી ગુણવત્તાનું મટિરિયલનો ઉપયોગ કર્યો હોવાનું સ્થાનિકો આક્ષેપ છે. સમગ્ર મામલે સ્થાનિકો એકઠાં થઈને રોડ પર કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈને વિરોધ નોંધાવ્યો હતો અને તંત્ર સામે સૂત્રોચાર કરી એજન્સી સામે યોગ્ય કાર્યવાહી કરવા સંબંધિત અધિકારીઓને રજૂઆત કરી હતી.

કવાંટમાં હલકી કક્ષાના મટિરિયલથી રસ્તો બનાવતા ગ્રામજનોમાં ભારે રોષ

છોટાઉદેપુર જિલ્લાના અનેક વિસ્તારોમાં રોડ-રસ્તાની બત્તર હાલત હોવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે કવાંટ તાલુકામાં એકતા કન્સ્ટ્રક્શન દ્વારા હોળી પહેલા છેવાડાના માણકાથી સૈડીવાસણનો દોઢ કિલોમીટરનો રસ્તો બનાવ્યો હતો. આ રસ્તામાં કોન્ટ્રાક્ટરે હલકી કક્ષાનું મટિરિયલ વાપરતા ગ્રામજનો ઘટનાસ્થળે રોડ પર એકઠા થયા હતા. સ્થાનિકોએ હાથેથી રોડ કાઢવાનો પ્રયાસ કરતાં લો મટિરિયલથી બનાવેલા રોડ પરનું ડામર હાથેથી ઉખેડ્યું હતું. જેને લઈને સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. 

છોટાઉદેપુર: કવાંટમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી: દોઢ કરોડના ખર્ચે બનેલો રસ્તો ગ્રામજનોએ હાથથી ઉખેડી નાખ્યો 2 - image

આદિવાસી વિસ્તારના લોકોને વર્ષો પછી રસ્તાની સુવિધા મળતી હોય અને દોઢ કરોડના ખર્ચે રસ્તો બનતો હોય ત્યારે તે રસ્તાની કામગીરીમાં હલકી કક્ષાનું મટિરિયલ વાપરવામાં આવતા ગ્રામજનોએ રોડ ઉપર ભેગા થઈને સૂત્રોચાર કર્યા હતા. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી કે, રસ્તો સારી ગુણવત્તામાં નહીં બનાવાય તો ઉગ્ર આંદોલન કરીશું. 

આ પણ વાંચો: VIDEO: અમરેલીની ‘સાધના’નો સંઘર્ષ: નિયતિએ હાથ છીનવ્યા તો પગથી લખી રહી છે સફળતાની ગાથા, હિંમત જોઈ આંખો ભીની થશે

સ્થાનિકોનું કહેવું છે કે, છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરીની હદમાં આ રસ્તો બને છે. પંચાયત માર્ગ મકાન વિભાગના ડેપ્યુટી ઈજનેર કામગીરી ઉપર ધ્યાન આપતા નથી, તેનો આ વરવો નમૂનો છે. ભ્રષ્ટાચારની ગંગોત્રી છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીમાં ચાલી રહી છે.



Source link

Related Articles

Back to top button