दुनिया

‘ભારત મુશ્કેલીમાં મૂકાયું…’, ઈરાન યુદ્ધ અંગે અમેરિકાના નિષ્ણાતે કેમ ઉચ્ચારી ચેતવણી | US expert Michael Kugelman warns New Delhi on Iran war



Iran US war: ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ભારતને ડિપ્લોમેટિક બેલેન્સિંગમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જિયોપોલિટકલ એક્સપર્ટ્સ અને લેખક માઈકલ કુગેલમેને એક ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, ‘નવી દિલ્હીએ પોતાના સ્ટ્રેટેજિક હિતોના રક્ષણ કરવા, જરૂરી પાર્ટનરશિપ બનાવી રાખવા અને એનર્જી સિક્યોરિટીની સુરક્ષા માટે સાવધાનીથી પગલાં ભરવા જોઈએ, આ સાથે જ સ્ટ્રેટેજિક ઓટોનોમીના પોતાના લાંબા સમયથી ચાલતા આવેલા સિદ્ધાંતનું પાલન કરવું જોઈએ. ભારતને આ સમયે વિદેશ નીતિના આ સિદ્ધાંતોનું પાલન કરવામાં મુશ્કેલી થઈ રહી છે.’ 

ભારત મુશ્કેલ સ્થિતિમાં છે

માઈકલ કુગેલમેન દક્ષિણ એશિયન રાજકારણના નિષ્ણાત છે. તેઓ વોશિંગ્ટન ડીસીમાં એટલાન્ટિક કાઉન્સિલમાં દક્ષિણ એશિયા માટે સિનિયર ફેલો છે. કુગેલમેને કહ્યું કે, ‘ભારત મુશ્કેલ સ્થિતિમાં છે કારણ કે આ ભૂ-રાજકીય ખેલમાં તેના ઘણા સાથે ગાઢ સંબંધો છે, જેમાંથી કેટલાક હરીફ છે, જેઓ આ સંઘર્ષથી સીધા પ્રભાવિત છે. ભારત મુશ્કેલ પરિસ્થિતિમાં છે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈઝરાયલ સાથે ભારતના સંબંધો કેટલા મહત્ત્વપૂર્ણ બની ગયા છે.’

માઈકલ કુગેલમેનનું આ નિવેદન એ અહેવાલના એક દિવસ બાદ આવ્યું છે જેમાં કહેવામાં આવ્યુ હતું કે, ભારત પ્રત્યે ઈરાનનું સંતુલિત વલણ પ્રદેશમાં વધતી જતી પ્રાદેશિક દુશ્મનાવટ વચ્ચે નવી દિલ્હીને જોડી રાખવામાં તેહરાનના સ્ટ્રેટેજિક રુચિને પ્રતિબિંબિત કરે છે.

આયાતુલ્લાહ અલી ખામેનેઈના નિધન પર ભારતનો શોક, જિયોપોલિટિકલ તણાવ દરમિયાન ભારતની સન્માનજનક રીતે ઈરાન સાથે જોડાઈ રહેવાની લાંબા સમયથી ચાલતી આવી રહેલી પ્રતિબદ્ધતા આ ડિપ્લોમેટિક પ્રેક્ટિસનું ઉદાહરણ છે. 

બીજુ એક ફેક્ટર ચાબહાર પોર્ટ છે. જ્યાં અમેરિકાના પ્રતિબંધથી સ્થિતિ વધુ વણસી ગઈ છે. આ એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટ છે, જેને ભારત એક સ્ટ્રેટેજિક ટ્રેડ ગેટવે તરીકે ડેવલપ કરી રહ્યું છે. 

ઈરાને ભારતની ટીકા કરવાનું ટાળ્યું

અમેરિકાના ‘મહત્તમ તણાવ’ના કારણે ભારતે ઈરાનમાં રોકાણ ઘટાડ્યું. તેમ છતાં ઈરાને ભારતની આકરી ટીકા કરવાનું ટાળ્યું. વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે કાપ ‘નિરાશાજનક’ છે, પરંતુ કામ ચાલુ રહેવાની આશા વ્યક્ત કરી.

ભારત સાથે તેહરાનનું જોડાણ ત્રણ મુખ્ય ઉદ્દેશ્યોને પ્રતિબિંબિત કરે છે. એનર્જી સપ્લાયને સુરક્ષિત કરવું, ભારતીય ડાયસ્પોરાના હિતોનું રક્ષણ કરવું અને ભારતની નોન-અલાઈનમેન્ટ પોલિસીનું સન્માન કરવું.

છેલ્લા 10 વર્ષમાં ઈઝરાયલ સાથે ભારતના સંબંધો ખૂબ ગાઢ બન્યા છે, ખાસ કરીને સંરક્ષણ સહયોગમાં. આ પાર્ટનરશિપ વધુ જરૂરી થઈ ગઈ છે કારણ કે, નવી દિલ્હી પોતાની મિલિટ્રી ક્ષમતાઓને મજબૂત કરવા માગે છે, જેમાં ઈઝરાયલ પાસેથી એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમ હાંસલ કરવાનું પણ સામેલ છે.  

ઈઝરાયલ સાથે પણ ભારતી નિકટતા જરૂરી

સુરક્ષા એક્સપર્ટસ કુગેલમેને આગળ જણાવ્યું કે, અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર હુમલો કર્યો તેના થોડા સમય પહેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈઝરાયલનો પ્રવાસ કર્યો હતો, જેનાથી બંને દેશો વચ્ચે વધતી જતી નિકટતા દર્શાવે છે.

કુગેલમેનના મતે ઓપરેશન સિંદૂર જેવા ડેવલપમેન્ટે ભારત-ઈઝરાયલ ડિફેન્સ કો-ઓપરેશનના મહત્ત્વને વધુ મજબૂત કર્યું છે, જેમાં ઈઝરાયલી એર ડિફેન્સ ટેકનોલોજીએ ભારતને પાકિસ્તાની ડ્રોન અને મિસાઈલ હુમલાઓને નિષ્ફળ બનાવવામાં મદદ કરી હતી.

જોકે, ઈઝરાયલ ભારતના મુશ્કેલ સ્ટ્રેટેજિક કેલકુલસનો માત્ર એક ભાગ છે. કુગેલમેને કહ્યું કે, ભારત ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલની અંદર ગલ્ફ દેશો સાથે પણ મજબૂત સંબંધો જાળવી રાખે છે, જેમાં સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત સામેલ છે.

આ લડાઈ ખતરનાક અને વિસ્ફોટક થઈ શકે છે

આ સંબંધો એનર્જી સપ્લાય અને આ વિસ્તારમાં રહેતા અને કામ કરતા લાખો ભારતીય નાગરિકોના સુખાકારી માટે જરૂરી છે.

કુગેલમેને કહ્યું કે, ‘આપણે જાણીએ છીએ કે આ સંઘર્ષ કેટલો ખતરનાક અને વિસ્ફોટક હોઈ શકે છે, અને ભારત પર અનેક કારણોસર તેની કેટલી અસર પડી શકે છે, ખાસ કરીને એનર્જી ઈક્વિટી અને બેશક GCC ક્ષેત્રમાં રહેતા લાખો ભારતીયોના કારણે ભારતે આ અંગે ખૂબ સાવધાન રહેવું પડશે કે તે આ લડાઈ પર ખુદને શું મેસેજ આપે છે.’

જોકે તાજેતરના વર્ષોમાં ભારતના ઈરાન સાથેના સંબંધો ઠંડા પડી ગયા છે. ખાસ કરીને જ્યારથી નવી દિલ્હીએ ઈરાની ક્રૂડ ઓઈલની આયાતમાં ઝડપથી ઘટાડો કર્યો છે, કુગેલમેને કહ્યું કે, ‘તેહરાન ભારતના વ્યાપક પ્રાદેશિક જોડાણમાં એક મહત્ત્વપૂર્ણ પાર્ટનર છે.’ 

તેમણે આગળ કહ્યું કે, એનર્જી ટ્રેડમાં ઘટાડો થવા છતાં પણ આ એક મહત્ત્વપૂર્ણ અને મૈત્રીપૂર્ણ સંબંધ છે. તેથી ભારતનું ડિપ્લોમેટિક બેલેન્સિંગ કામ વધુ નાજુક થઈ જાય છે. આ સંઘર્ષની ભારત પર પહેલેથી જ સ્પષ્ટ અસર પડી રહી છે.

ભારત ખૂબ પ્રેક્ટિકલ છે

ભારત-ચીન સંબંધો અંગે પણ તેમણે કહ્યું કે ભારત અને ચીન વચ્ચે તણાવ ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો છે તે વર્તમાન સંઘર્ષ પહેલાનો છે, તેમણે 2024ના બોર્ડર એગ્રીમેન્ટ અને બંને દેશો વચ્ચે ડાયરેક્ટ ફ્લાઇટ્સ ફરી શરૂ કરવા પર ચર્ચાઓ જેવા અગાઉના ડેવલપમેન્ટ તરફ ઈશારો કર્યો.

આ પણ વાંચો: ભારતના નિર્ણય અમેરિકા કેમ લઈ રહ્યું છે?, રાહુલ ગાંધીએ લોકસભામાં ઉઠાવ્યો LPG સંકટનો મુદ્દો; એપસ્ટિન મામલે હોબાળો

કુગેલમેને કહ્યું કે, મને લાગે છે કે, ભારત ખૂબ જ પ્રેક્ટિકલ છે અને આ તેની વિદેશ નીતિમાં એક સામાન્ય વલણને દર્શાવે છે. તમને જણાવી દઈએ કે, મિડલ ઈસ્ટના યુદ્ધથી ભારત પર આર્થિક દબાણ વધ્યું છે, જેની અસર તેની એનર્જી સિક્યોરિટી પર પડી છે.

આ પરિસ્થિતિમાં તેમણે એ વાત પર ભાર મૂક્યો કે, ચીન સુધી ભારતની પહોંચ અચાનક પરિવર્તનને બદલે એક મોટા વ્યૂહાત્મક પુનર્ગઠનનો હિસ્સો છે.



Source link

Related Articles

Back to top button