दुनिया

‘તાઇવાન મુદ્દે કોઈ ભૂલ થઈ તો સીધી ટક્કર થશે…’ અમેરિકા-ચીનની બેઠકમાં જિનપિંગની ટ્રમ્પને ચેતવણી | Trump China Visit Updates Xi calls US China ties most important relationship



Trump China visit: અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનના પ્રવાસે છે. તેમણે આજે ગુરુવારે ચીની રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ સાથે મુલાકાત કરી. ત્યારબાદ જિનપિંગે ટ્રમ્પના સન્માનમાં ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં શી જિનપિંગે કહ્યું કે ચીન અને અમેરિકા મહાન રાષ્ટ્રો છે. ચીનનું પુનરુત્થાન હાંસલ કરવું અને અમેરિકાને ફરીથી મહાન બનાવવું સાથે-સાથે ચાલી શકે છે. બંને દેશોએ પ્રતિસ્પર્ધી નહીં પરંતુ ભાગીદાર બનવું જોઈએ. 

ટ્રમ્પે મિત્ર કહી જિનપિંગને સંબોધ્યા

બીજી તરફ ટ્રમ્પે પોતાના ભાષણમાં શી જિનપિંગને પોતાના મિત્ર કહીને સંબોધ્યા હતા. તેમણે કહ્યું કે બંને દેશોના સંબંધો અમેરિકાની સ્થાપનાના સમયથી જ ચાલ્યા આવે છે. બંને નેતાઓ વચ્ચે ગુરુવારે આ બીજી મુલાકાત હતી. ભોજન સમારંભ પહેલા પણ બંને નેતાઓએ મુલાકાત કરી હતી. ત્યારબાદ એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. શુક્રવારે પણ બંને નેતાઓ વચ્ચે સામસામે બેઠક યોજાશે.

શું ઈરાન પાસે પરમાણુ હથિયારો હોવા જોઈએ

શી જિનપિંગ અને ટ્રમ્પની મુલાકાત બાદ જાહેર કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં તાઇવાનનો કોઈ ઉલ્લેખ નથી. ખરેખર તાઇવાન ચીન અને અમેરિકાના સંબંધોમાં ટકરાવનો સૌથી મોટો મુદ્દો છે. સંયુક્ત નિવેદન મુજબ, ચીને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનું સમર્થન કર્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે અહીંથી પસાર થવા માટે ક્યારેય કોઈ કર લેવો જોઈએ નહીં.  બંને પક્ષો એ વાત પર પણ સહમત હતા કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયારો હોવા જોઈએ નહીં.

ઈરાન પાસે પરમાણુ હથિયારોને લઈને વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું છે કે બંને પક્ષો એ વાત પર સહમત હતા કે ક્રૂડના અવિરત પ્રવાહ માટે હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લુ રહેવું જરૂરી છે. રાષ્ટ્ર પ્રમુખ શીએ હોર્મુઝ સ્ટ્રેટના સૈન્યકરણ અને તેના ઉપયોગ માટે કોઈપણ પ્રકારનો કર વસૂલવા સામે વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. ચીની રાષ્ટ્ર પ્રમુખે નજીકના ભવિષ્યમાં હોર્મુઝ સ્ટ્રેટ પર પોતાની નિર્ભરતા ઘટાડવા માટે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવામાં રસ દાખવ્યો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, બંને પક્ષો એ વાત માટે જ સહમત હતા કે ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર ન હોવા જોઈએ.

‘બંને દેશો વચ્ચેના સંબંધો ઐતિહાસિક છે’

પોતાના સંબોધનમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાના ચીન સાથેના સંબંધો દેશની સ્થાપનાના સમયથી જ જોડાયેલા છે. તેમણે જણાવ્યું કે 1784માં અમેરિકાના પ્રથમ કોન્સુલ સેમ્યુઅલ શો ચીન પહોંચ્યા હતા, જ્યારે પ્રથમ અમેરિકન વેપારી જહાજ અહીં આવ્યું હતું. ટ્રમ્પે કહ્યું કે ત્યારથી લઈને આજ સુધી આ સંબંધો વધુ મજબૂત બન્યા છે અને તે વૈશ્વિક ઇતિહાસના સૌથી પ્રભાવશાળી સંબંધોમાંના એક બની ગયા છે.

વાતચીતને સકારાત્મક અને ઉત્પાદક ગણાવી

બીજિંગમાં થયેલી બેઠકોનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકન અને ચીની પ્રતિનિધિમંડળ વચ્ચેની વાતચીત અત્યંત સકારાત્મક અને ઉત્પાદક રહી. તેમણે કહ્યું, ‘આજે અમારી ચર્ચાઓ ખૂબ જ ઉપયોગી અને સારા વાતાવરણમાં થઈ. આ બંને દેશોના હિતમાં છે અને ભવિષ્યમાં પણ આવો સંવાદ ચાલુ રહેવો જોઈએ.’ ટ્રમ્પે આગળ કહ્યું કે આ મુલાકાત બંને દેશો વચ્ચે મિત્રતા અને સહયોગને મજબૂત કરવાની એક મહત્વપૂર્ણ તક છે.

તાઇવાન મુદ્દે સવાલ પૂછતા ટ્રમ્પની બોલતી બંધ, કહ્યું- વાતચીત ‘ખૂબ જ સારી’ રહી 

બેજિંગમાં ચીનના પ્રમુખ શી જિનપિંગ અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકે દુનિયાભરનું ધ્યાન ખેંચ્યું છે. જિનપિંગે તાઇવાન મુદ્દે અમેરિકાને ગંભીર પરિણામોની ચેતવણી આપી છે. આ બેઠક બાદ પત્રકારોએ ટ્રમ્પને તાઈવાન મુદ્દે સવાલ પૂછ્યા હતા, પરંતુ તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. તેમણે ફક્ત એટલું જ કહ્યું હતું કે, આ વાતચીત (બેઠક) ખૂબ સારી રહી છે.  નોંધનીય છે કે, ચીન તાઇવાનને આઝાદ દેશ માનવા તૈયાર નથી. બીજી તરફ, અમેરિકા સત્તાવાર રીતે તાઇવાનને માન્યતા નથી આપતું પણ તેને હથિયારો પૂરા પાડે છે.

આ પણ વાંચો: આ હરકત સ્વીકાર્ય નથી: ઓમાનમાં ગુજરાતના જહાજ પર હુમલા અંગે ભારતનો જવાબ; ક્રૂ સલામત

બેઠકમાં કયા કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા?

એક ચીની અધિકારીના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ એ વાત પર સહમત થયા કે વિશ્વની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવું  જરૂરી છે. ઈરાન વિરુદ્ધ અમેરિકા અને ઈઝરાયલના યુદ્ધને કારણે આ દરિયાઈ માર્ગ લાંબા સમયથી બંધ છે. શી જિનપિંગે આ માર્ગ પરથી પસાર થતા જહાજો પર કોઈપણ પ્રકારના ટેક્સ કે ટોલ લગાવવાનો વિરોધ કર્યો છે. અધિકારીના જણાવ્યા અનુસાર, શી જિનપિંગે અમેરિકા પાસેથી વધુ તેલ ખરીદવામાં રસ દાખવ્યો છે. ચીન ઈચ્છે છે કે ભવિષ્યમાં ખાડી દેશોના તેલ પર તેની નિર્ભરતા ઓછી થઈ જાય. બેઠકમાં નશીલી દવાઓ (ફેન્ટાનીલ) બનાવતા રસાયણોનો પુરવઠો અટકાવવા અંગે પણ વાત થઈ હતી. આ ઉપરાંત, બંને નેતાઓએ અમેરિકા પાસેથી કૃષિ ઉત્પાદનોની ખરીદી વધારવા અંગે પણ ચર્ચા કરી હતી. 



Source link

Related Articles

Back to top button