गुजरात

વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતો બોગસ ડોક્ટર પકડાયો, એલોપથી દવાઓનો જથ્થો કબજે | Bogus doctor running a clinic in Gajrawadi area of ​​Vadodara caught



Vadodara Bogus Doctor : વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં ક્લિનિક ચલાવતા બોગસ ડોક્ટરને કોર્પોરેશન અને પોલીસની ટીમે ઝડપી પાડ્યો છે.

ગાજરાવાડી સુએજ પંપીંગ સ્ટેશન નજીક શિવનગરમાં છેલ્લા સાતેક મહિનાથી સ્વસ્તિક ક્લિનિકના નામે બોગસ ડોક્ટર એલોપથી દવાઓ આપી રહ્યો હોવાની વિગતો મળતા એસ.ઓ.જીની ટીમે કોર્પોરેશનના ડોક્ટરને સાથે રાખી છાપો માર્યો હતો.

પોલીસે ધવલ ભરતભાઈ કવાડ(હાલ રહે. શંકરપુરા, રાવપુરા મૂળ રહે. વાઘનગર, મહુવા, ભાવનગર)ની પૂછપરછ કરતા તેની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી મળી આવી નહોતી. પોલીસે દવાખાનામાંથી ગ્લુકોઝના બોટલ, કફ સીરપ, એન્ટીબાયોટિક્સ, ઇન્જેક્શન્સ તેમજ અન્ય દવાઓ મળી રૂ.30 હજારની કિંમતની દવાઓ કબજે કરી બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરવા બદલ ગુનો દાખલ કરવા તજવીજ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button