गुजरात

અમદાવાદમાં મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, આખું બિલ્ડિંગ ખાલી કરાવી તપાસ શરૂ | Bomb Threat at Ahmedabad Gheekanta Metropolitan Court Complex Evacuated



Ahmedabad  Gheekanta Metropolitan Court  Bomb Threat: અમદાવાદના ઘી કાંટા વિસ્તારમાં આવેલી મેટ્રોપોલિટન કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આખી બિલ્ડિંગ ખાલી કરાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

ફાયર વિભાગ અને પોલીસ કાફલો તહેનાત

અમદાવાદમાં અગાઉ હાઈકોર્ટ અને ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી ચૂકી હતી, પરંતુ ઘી કાંટા સ્થિત મેટ્રોપોલિટન કોર્ટને આ પ્રકારે ધમકી મળી છે. ધમકી મળતા જ કોર્ટ સંકુલમાં હાજર વકીલો, સ્ટાફ અને અસીલોને તાત્કાલિક બહાર કાઢી બિલ્ડિંગ ખાલી કરાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: મહેસાણા: લગ્નની લાલચ આપી સગીરા સાથે દુષ્કર્મ, ગર્ભવતી બનતા ઘટના સામે આવી, આરોપી સામે ફરિયાદ

મેટ્રોપોલિટન કોર્ટના અમુક વિભાગો ‘અપના બજાર’ બિલ્ડિંગમાં કાર્યરત હોવાથી સાવચેતીના ભાગરૂપે તે વિભાગને પણ ખાલી કરાવી દેવામાં આવ્યો છે. ઘટનાસ્થળે ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ખડકી દેવામાં આવી છે. તેમજ સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમોએ સંકુલમાં પહોંચીને તપાસ શરૂ કરી છે. હાલ પોલીસ દ્વારા સમગ્ર કોર્ટ કેમ્પસનું ખૂણેખૂણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ધમકી કોણે અને કયા માધ્યમથી આપી તે દિશામાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. કોર્ટ સંકુલમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.



Source link

Related Articles

Back to top button