સુરત: સચિન વિસ્તારમાં ખાનગી ગોડાઉનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડ દ્વારા ‘મેજર કોલ’ જાહેર | Massive fire breaks out in private godown Sachin Surat

![]()
Surat Fire News: સુરતના સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીના ગોડાઉનમાં આજે(11 માર્ચ) અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ અને નાસભાગનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટા દૂર-દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક ‘મેજર કોલ’ જાહેર કરવામાં આવ્યો હતો, જેથી આસપાસના વિસ્તારોમાંથી પણ વધારાની મદદ બોલાવવી પડી હતી.
આગ પર કાબૂ મેળવવા માટે અત્યાર સુધીમાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. નોટિફાઈડ એરિયાના ફાયર ફાઈટરોની સાથે અન્ય સ્ટેશનોથી પણ વધુ ટીમોને મદદ માટે રવાના કરવામાં આવી છે. હાલમાં ફાયરના જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવીને આગને વધુ પ્રસરતી અટકાવવા અને તેના પર સંપૂર્ણ કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે ચાલુ છે. સદનસીબે, હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી.
આ પણ વાંચો: અમદાવાદ: સાયન્સ સિટી પાસે એક બિલ્ડિંગના પાર્કિંગમાં ભીષણ આગ, 10થી વધુ કાર ખાખ



