गुजरात
કારેલીબાગના મકાનમાંથી ૧.૯૦ લાખના સામાનની ચોરી | Goods worth 1 90 lakh stolen from Karelibagh house

![]()
વડોદરા,કારેલીબાગ પાણીની ટાંકી પાસે આવેલા મકાનમાંથી ચોર ટોળકી ઇલેક્ટ્રિકનો સામાન ચોરી ગઇ હતી. જ ે અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
કારેલીબાગ પાણીની ટાંકી પાસે પ્રકાશનગર સોસાયટીમાં રહેતા ટેક્સ કન્સલટન્ટ પ્રિતેશભાઇ વિરેન્દ્રભાઇ પંડયાએ કુંભારવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અમારા આ નવા મકાનમાં ફર્નિચર તથા ઇલેક્ટ્રિકનું કામ ચાલે છે. ૮ મી તારીખે રાત્રે સાડા આઠ વાગ્યે અમે મકાન બંધ કરીને વાઘોડિયારોડ ઉદ્યોગનગર સોસાયટીના મકાનમાં ગયા હતા. બીજા દિવસે સવારે મિસ્ત્રીએ ઘરનું લોક ખોલતા સામાન નહતો. જેમાં ઇલેક્ટ્રિક વાયરના ૧૪ બંડલ, લાઇટના બલ્બ વગેરે મળી કુલ ૧.૯૦ લાખની મતાની ચોરી થઇ ગઇ હતી.



