गुजरात

એન્જિનિયરીંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર આરોપી જેલમાં | The accused who raped the engineering student is in jail



વડોદરા, આજવા રોડ પર આવેલા ગજ્જર ચેમ્બર્સમાં રહેતા અને બજાજ કંપનીમાં નોકરી કરતા એક યુવકે એન્જિનિયરીંગની  વિદ્યાથની પર દુષ્કર્મ ગુજારનાર યુવકને બાપોદ પોલીસે કોર્ટમાં રજૂ કરતા તેને જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

ગાંધીધામનો વતની આકાશ સિંગ વિજયસિંગ ઠાકુર, ઉં.વ.૨૫ હાલમાં આજવારોડ મહાવીર હોલ નજીક આવેલા ગજ્જર ચેમ્બર્સમાં ભાડાના મકાનમાં  રહે છે. યુપીની વતની અને વડોદરામાં બી.ટેકના બીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતી સાથે તેની કોલેજ કાળથી મિત્રતા હતી. આકાશના ઘરે પોતાના કપડાં ધોવા આવેલી યુવતી પર તેને બળાત્કાર ગુજારી વીડિયો ઉતાર્યા હતા. આ ગુનામાં બાપોદ પોલીસે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. બાપોદ પોલીસ સ્ટેશનના પી.આઇ. પાર્થ પસ્તગીયાએ આરોપીને કોર્ટમાં રજૂ કરતા જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.  પોલીસે આરોપી પાસેથી મોબાઇલ ફોન કબજે લીધો હતો. આકાશસિંગની એક ગર્લફ્રેન્ડ પણ  હતી. તે બહારગામ હોઇ તેનું નિવેદન લઇ શકાયું નથી. આરોપીના મોબાઇલમાં અન્ય યુવતીઓના  પણ વીડિયો હોવાની શક્યતાના આધારે પોલીસે તેનો મોબાઇલ ફોન એફ.એસ.એલ.માં ચેકિંગ માટે મોકલી આપ્યો છે. 



Source link

Related Articles

Back to top button