गुजरात

આજે ભાવનગર મહાપાલિકાની છેલ્લી સાધારણ સભા, વિપક્ષ પડતરો પ્રશ્નો ઉઠાવી શાસકોને ઘેરશે | Last general meeting opposition will surround the rulers by raising pending issues



– સાધારણ સભામાં જુદા જુદા કામના 18 ઠરાવને મંજૂરી અપાશે 

– ફેકટરી પ્લોટ લીઝપટ્ટાની મુદ્દત રીન્યુઅલ કરવી સહિતના ઠરાવ મંજૂર કરવા પૂર્વે ચર્ચાનો દૌર જામશે 

ભાવનગર : ભાવનગર મહાનગરપાલિકાની છેલ્લી સાધારણ સભા આવતીકાલે સોમવારે મળશે, જેમાં જુદા જુદા કામના ઠરાવ અંગે સમીક્ષા કર્યા બાદ યોગ્ય ઠરાવને બહાલી આપવામાં આવશે. પડતર પ્રશ્ને વિપક્ષો સવાલ ઉઠાવશે અને વધારાની દરખાસ્ત પણ કરશે તેમ જણાય રહ્યુ છે. 

મહાનગરપાલિકાના હોલ ખાતે આવતીકાલે તા. ૯ માર્ચને સોમવારે સવારે ૧૧.૩૦ કલાકે સાધારણ સભા મેયરના અધ્યક્ષ સ્થાને મળશે. મહાનગરપાલિકાની પાંચ વર્ષની ટર્મ ૯ માર્ચે જ પૂર્ણ થઈ રહી છે તેથી આ છેલ્લી સાધારણ સભામાં વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો પડતર પ્રશ્નો ઉઠાવી શાસક ભાજપને ઘેરશે તેમ ચર્ચાય રહ્યુ છે. પ્રશ્નોતરી કાળ દરમિયાન ભાજપના બે નગરસેવકોના સવાલ છે, જેમાં છેલ્લા પ વર્ષમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કયાં કામો થયા છે અને મહાપાલિકા હસ્તકના વિવિધ ફિલ્ટર પ્લાન્ટમાં કેટલું રો-વોટર કયાં કયાં સ્ત્રોતમાંથી લેવામાં આવે છે ? વગેરે પ્રશ્નો અંગે અધિકારીઓ માહિતી આપશે. આ બેઠકમાં જુદા જુદા કામના ૧૮ ઠરાવને બહાલી આપવામાં આવશે, જેમાં કેટલાક કર્મચારીઓની આર્થિક સહાય મંજૂર કરાશે. ટ્રાન્સપોર્ટ વિભાગના બાકી રહેતા અન્ય કર્મચારીઓને પેન્શનનો લાભ મળતો નથી તેઓને પેન્શનનો લાભ આપવા સરકારમાં દરખાસ્ત કરવાની મંજૂરી અપાશે. 

સાધારણ સભામાં બે ફેક્ટરી પ્લોટના લીઝપટ્ટાની મુદ્દત રીન્યુઅલ કરવી સહિતના ઠરાવ મંજૂર કરવા શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસના નગરસેવકો વચ્ચે ચર્ચાનો દૌર જામશે. ફેકટરી પ્લોટ લીઝપટ્ટાના ઠરાવ સર્વાનુમતે મંજૂર ન થાય તેવી ચર્ચા છે ત્યારે અંતે શુ નિર્ણય લેવાય છે ? તેની રાહ જોવી જ રહી.  

બોરતળાવની ડુબની જમીનના દબાણ સહિતની વધારાની દરખાસ્ત વિપક્ષ મુકશે 

ભાવનગર શહેરમાં બોરતળાવની ડુબની જમીનમાં વર્ષોથી ગેરકાયદે દબાણ છે છતાં મહાપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી ત્યારે છેલ્લી સાધારણ સભામાં વિપક્ષ કોંગ્રેસ બોરતળાવની ડુબની જમીન સહિત બે વધારાની દરખાસ્ત મુકશે તેમ કોંગ્રેસના સુત્રો પાસેથી જાણવા મળેલ છે.  



Source link

Related Articles

Back to top button