गुजरात

ફ્લેટ અપાવવાના બહાને મહિલા સાથે દંપતીની રૃા.૩૦ લાખની છેતરપિંડી | Couple cheats woman of Rs 30 lakh on pretext of providing her with a flat



ગાંધીનગર નજીક આવેલા રાયસણમાં

૭૫ લાખ રૃપિયા નક્કી કરીને રૃપિયા પડાવ્યા પરંતુ ફ્લેટનું બુકિંગ જ નહીં હોવાનું ખુલતા ભાંડો ફૂટયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૨માં રહેતા અને બ્યુટી પાર્લર
ચલાવતા મહિલા સાથે પરિચિત દંપતિ દ્વારા રાયસણમાં ફ્લેટ અપાવવાના બહાને ૩૦ લાખ
રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. જે સંદર્ભે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા આ
દંપતિ સામે ગુનો દાખલ કરીને તેમની ધરપકડ માટે મથામણ શરૃ કરવામાં આવી છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર
શહેરના સેક્ટર ૨૨માં આનંદ વાટીકા સોસાયટીમાં રહેતા રુચિતાબેન બારૈયા દ્વારા ફરિયાદ
નોંધાવવામાં આવી હતી કે
, તેઓ ઘરે
જ બ્યુટીક ચલાવે છે. છેલ્લા ૧૦ વર્ષથી રાયસણના નવકાર સાર્થક કેમ્ફર ખાતે રહેતા
મોનાલીબેન વિનોદભાઈ પટેલ તેમના બ્યુટીકમાં કામ અર્થે આવતા હોવાથી બંને પરિવારો
વચ્ચે ગાઢ પરિચય હતો. મોનાલીબેન અને તેમના પતિ વિનોદભાઈ પટેલે પોતે રિયલ એસ્ટેટનું
કામ કરતા હોવાનું જણાવી રુચિતાબેનને ફ્લેટ અપાવવાની વાત કરી હતી. જેથી માર્ચ-૨૦૨૪
માં દંપતીએ રુચિતાબેનને રાયસણ ખાતે પેટ્રોલ પંપ પાસે આવેલી માધવ સ્કાય વ્યુ નામની
નવી બનતી ફ્લેટની સ્કીમ પર લઈ જઈ સેમ્પલ હાઉસ બતાવ્યું હતું અને કહ્યું હતું કે
તેમના ભાણાના નામે ત્યાં ફ્લેટ બુક છે
,
જે સસ્તા ભાવે અપાવી દેશે. આ વિશ્વાસમાં આવીને રુચિતાબેને ૭૫ લાખમાં ફ્લેટ
રાખવાનું નક્કી કર્યું હતું. જેથી તબક્કાવાર તેમણે ૩૦ લાખ રૃપિયા આ દંપતીને આપી
દીધા હતા. જોકે જે પેટે વોટ્સએપમાં કોડવર્ડ સાથેની ડાયરી મોકલવામાં આવી હતી. જેમાં
આપવામાં આવેલા દસ લાખ રૃપિયાની કોઈ નોંધ હતી નહીં. તો બીજી બાજુ રુચિતાબેને તેમના
પરિવાર સાથે સાઈટ પર જઈ બિલ્ડર આશિષભાઈ પટેલની પૂછપરછ કરી
, ત્યારે જાણવા
મળ્યું કે તેમના કે દંપતીના નામે ત્યાં કોઈ જ ફ્લેટ બુક થયો નથી. છેતરપિંડીનો
અહેસાસ થતા રુચિતાબેને પૈસા પરત માંગ્યા હતા
,
પરંતુ દંપતીએ ઠાલા વાયદા કરી પૈસા પરત આપ્યા નહોતા. જેથી હાલ ઈન્ફોસિટી પોલીસે
મોનાલીબેન વિનોદભાઈ પટેલ અને વિનોદભાઈ શિવાભાઈ પટેલ વિરુદ્ધ ૩૦ લાખ રૃપિયાની
છેતરપિંડીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button