કેવાયસી અપડેટ કરવાના બહાને રૃા. ૨૦ હજાર પડાવ્યા | Rs 20 ngerou a angei won ewe popun an epwe awenewena KYC

![]()
અમદાવાદ, શનિવાર
વટવામાં સાયબર ગઠિયાએ અમેરિકન એક્સપ્રેસ બેન્કમાંથી બોલતો હોવાનું કહીને ફોન કર્યો હતો. અને બેન્કનું ક્રેડિટ કાર્ડ ચાલું કરાવવા કેવાયસી અપડેટ કરવાના બહાને લિંક મોકલીને રૃા. ૨૦ હજાર પડાવ્યા હતા. તેમજ વેપારીએ સાઇટ બંધ કરી દેતા બીજા ટ્રાન્ઝેક્શનો રિઝેક્ટ થયા હતા. આ બનાવ અંગે વટવા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી.
વેપારીએ લિંન્ક ડાઉનલોડ કરતાની સાથે રૃપિયા ઉપડયાનો મેસેજ આવ્યો, સાઇટ બંધ કરતા બીજા ટ્રાન્ઝેક્શનો રિઝેક્ટ થયા ઃ વટવા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી
વટવામાં રહેતા વેપારીએ વટવા પોલીસ સ્ટશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે તા.૨૫-૦૨-૨૬ના રોજ ઘરે હતા ત્યારે બપોરના સમયે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને તે અમેરિકન એક્સપ્રેસ બેન્કમાંથી બોલતો હોવાનું કહીને તમારૃ અમેરિકન બેન્કનું ક્રેડિટ કાર્ડ બંધ થઇ ગયું છે ચાલુ કરાવવા માટે કેવાયસી અપડેટ કરવું પડશે તેમ જણાવીને વોટ્સએપમાં એક લિંક મોકલી હતી.
વેપારીએ ક્લિક કરતા બેન્કની સાઇટ ખુલતાં તેમાં વિગતો ભરતા તેમના મોબાઇલમાં મેસેજો આવવા લાગ્યા હતા. જેથી તેમને તાત્કાલીક સાઇટ બંધ કરીને ચેક કરતા તેમના ક્રેડિટકાર્ડમાંથી રૃા. ૨૦ હજાર ફેસબુક ઇન્ડિયામાં ક્રેડિટ થયા હતા. જો કે સાયબર ગઠિયાએ પ્રયાસો કર્યા પરંતું સાઇટ બંધ કરી દીધી હોવાથી બીજા ટ્રાન્ઝેક્શનો રિઝેક્ટ થયા હતા.



