આજે તો તને પતાવી દઇશ કહી છરીથી હુમલામાં યુવક ગંભીર | Ewe anuon a fokkun feiengau ren an emon a atai ren ketilas

![]()
અમદાવાદ, શનિવાર
બહેરાપુરામાં સપ્તર્ષીના આરા પાસે બાળકો વચ્ચેની તકરારમાં પડોશીએ પરિવાર પર હુમલો કર્યો હતો જેમાં તારો દિકરો ક્યાં છે બહુ ચરબી છે, આજે તો તને પતાવી દઇશ કહીને પરિવારના સભ્યોને માર મારીને યુવકને માથા તથા કપાળમાં છરીને મારીને લોહી લુહાણ કરી મૂક્યા હતા. આ બનાવ અંગે દાણીલીમડા પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બહેરાપુરામાં માતા અને પુત્રીને માર મારી માથામાં છરી મારી યુવકને લોહી લુહાણ કર્યા ઃ દાણીલીમડા પોલીસે પડોશી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
બહેરામપુરામાં રહેતા યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં પડોશમાં રહેતા કાકા તથા ભત્રીજા સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે રાતે ૧૦.૩૦ વાગે તેઓ મજૂરી કામથી ઘરે આવ્યા હતા આ સમયે ત્યારે બાળકો વચ્ચે થયેલી તકરારને લઇને પડોશી બુમો પાડીને તારો દિકરો ક્યાં છે બહુ ચરબી છે, આજે તો તને પતાવી દઇશ કહીને મારા મારી કરી હતી.
જેમાં ફરિયાદીની પત્ની અને દિકરીને માર માર્યા બાદ ફરિયાદી યુવકને માથા તથા કપાળમાં છરીને મારતા લોહી લુહાણ હાલતમાં નીચે પડી ગયા હતા ત્યારબાદ માર માર્યા બાદ લોકો ભેગા થતાં આરોપીઓ નાસી ગયા હતા. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં માથામાં ચાર ટાંકા આવ્યા હતા. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે બે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



