गुजरात

૩ વર્ષના બાળકે પીધેલા ઠંડા પીણાના પાઉચમાંથી મરેલો ઉંદર નીકળ્યો | A dead rat like creature was found inside a cold drink pouch that a 3 year old child had drunk



વડોદરા,ત્રણ વર્ષના બાળકે  પીધેલા ઠંડા પીણાના પાઉચમાંથી ઉંદર જેવું મરેલું પ્રાણી  નીકળતા બાળકને તરત જ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. જોકે, બાળકની તબિયત સારી છે.

માંજલપુર અલવા નાકા જી.આઇ.ડી.સી. રોડ પર શંકરનગરમાં રહેતા એડવોકેટ અરવિંદભાઇ પરમારે જણાવ્યું હતુ કે, ગઇકાલે સાંજે નજીકમાં આવેલા એક સ્ટોરમાંથી માઝા ખરીદી હતી. સાંજે સાડા સાત વાગ્યે મારા ત્રણ વર્ષના દીકરાએ સ્ટ્રો નાખી માઝા પીધી હતી. ત્યારબાદ દીકરાએ ગ્લાસમાં કાઢી આપવા કહેતા હું ગ્લાસમાં પીણું કાઢતો હતો. 

શરૃઆતમાં બે કાળા ટપકા પડયા હતા. ત્યારબાદ અચાનક તેમાંથી એક ઉંદરડી જેવા દેખાતા  પ્રાણીનું ડોકું દેખાતા અમે ચોંકી ગયા હતા. અમે તરત જ દુકાને પહોંચી ગયા હતા. દુકાનદારે એવો જવાબ આપ્યો કે, અમે તો ડીલર પાસેથી માલ લીધો છે. ત્રણ વર્ષના માસૂમ બાળકે આ ડ્રીન્ક પી લીધું હોઇ અમે તરત જ બાળકને લઇને સયાજી હોસ્પિટલમાં પહોંચી ગયા હતા.

ત્યાં ડોક્ટરને સમગ્ર હકીકત જણાવી ડોક્ટરની હાજરીમાં જ પાઉચ કાપતા તેમાંથી મરેલું પ્રાણી નીકળ્યું હતું. દિકરાની તબિયત સારી હતી. પરંતુ, તેણે બે થી ત્રણ ઘુંટડા પીધા હોઇ ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યો છે.  દરમિયાન પિતાએ આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં  અરજી આપતા પોલીસે તપાસ  હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button