गुजरात

મારી પાસે લાયસન્સવાળી બંદૂક છે, પણ તને ચપ્પુથી મારી નાખીશ ..!! બિલ્ડર ધવલ ઠક્કરે પત્નીને ધમકી આપી | I have a licensed gun Builder Dhaval Thakkar threatens his wife at vadodara



Vadodara : વડોદરામાં કલાલીના આકૃતિ ડુપ્લેક્સમાં રહેતા નમ્રતાબેન ધવલભાઇ ઠક્કરે તેમના બિલ્ડર પતિ ધવલ દીપકભાઈ ઠક્કર (રહે-એસોસિયેટ સોસાયટી, અકોટા) સામે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, 15 વર્ષ અગાઉ અમારા લગ્ન થયા હતા. મારા પતિ મારી સાથે ઝઘડો તકરાર કરતા હોવાથી છેલ્લા બે મહિનાથી હું મારા 11 વર્ષના પુત્રને લઈને મારા મમ્મીના ઘરે રહેવા આવી છું. જ્યારે મારી 14 વર્ષની દીકરી મારા પતિ પાસે છે બે મહિના અગાઉ પણ મારા પતિએ મારામારી કરતા મેં તેના વિરુદ્ધ જે.પી રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આજે સવારે 10:30 વાગે હું તથા મારા મમ્મી મારા દીકરાને લેવા માટે સ્કૂલે ગયા હતા તે દરમિયાન રિસેપ્શન ઓફિસ પાસે મારા પતિ મારી દીકરીને લઈને આવેલા હતા. મેં મારા પુત્રને મારા પતિને મળવા દીધો હતો અને હું મારી દીકરીને મળવા જતા મારા પતિએ મળવાની ના પાડી હતી અને ગુસ્સે થઈ ગાળો બોલી ઝઘડો કર્યો હતો. તેમણે મને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હું સ્કૂલના દરવાજાની બહાર આવી તો ત્યાં પણ આવીને મારા પતિએ મને ધમકી આપતા કહ્યું હતું કે મારા પાસે લાયસન્સવાળી બંદૂક છે પરંતુ તે સાથે લાવ્યો નથી હું તને ચપ્પુથી મારી નાખીશ..!!



Source link

Related Articles

Back to top button