गुजरात

રાજ્યના મુખ્ય જળાશયોમાં હાલની સ્થિતિએ સંગ્રહાયેલ કુલ પાણીનો જથ્થો 72 ટકાથી વધુ | gujarat dam water level status march 2026




Gujarat Water Resources : ગુજરાતમાં આ વર્ષે થયેલા 128% વરસાદને પગલે રાજ્યના મુખ્ય જળાશયોમાં પાણીની સ્થિતિ ગત વર્ષ કરતા સુધરી છે. 5 માર્ચ, 2026ની સ્થિતિએ રાજ્યના કુલ 207 ડેમોમાં 72.49% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ગત વર્ષના સમાન સમયગાળા કરતા 4.15% વધુ છે.

જળાશયોની વર્તમાન સ્થિતિ (માર્ચ 2026)

રાજ્યના જળ સંપત્તિ વિભાગના આંકડા અનુસાર, અત્યારે કુલ 6,46,556 MCFT પાણીનો સંગ્રહ થયેલો છે. વિસ્તાર મુજબ પાણીની ઉપલબ્ધતા પુરતી છે.

સરદાર સરોવર: 2.47 લાખ MCFT (74% થી વધુ ભરાયેલો)

દક્ષિણ ગુજરાત: 2.34 લાખ MCFT (રાજ્યમાં સૌથી વધુ)

મધ્ય ગુજરાત: 65,179 MCFT

સૌરાષ્ટ્ર: 53,621 MCFT

ઉત્તર ગુજરાત: 41,842 MCFT

કચ્છ: 4,392 MCFT

આ પણ વાંચો : ઈરાન યુદ્ધના બહાને અદાણી ગેસની લૂંટઃ ‘40% ગેસ વાપરો, 60%નો ડબલ ભાવ ચૂકવો’

ગત વર્ષ (2025) અને ચાલુ વર્ષની સરખામણી

ગત વર્ષે 5 માર્ચ 2025ના રોજ રાજ્યના જળાશયોમાં 68.34% પાણી હતું, જે આ વર્ષે વધીને 72.49% થયું છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં પાણીના સંગ્રહમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. જ્યાં ગત વર્ષે અંદાજે 27,847 MCFT પાણી હતું જે અત્યારે 41,842 MCFT સુધી પહોંચ્યું છે. સરદાર સરોવર ડેમમાં પણ ગત વર્ષના 72.42% ની સામે આ વર્ષે 1.63% ના વધારા સાથે 74% થી વધુ જથ્થો ઉપલબ્ધ છે.

ઉનાળામાં પાણીની ઉપલબ્ધતા

જળાશયોમાં સંગ્રહાયેલા આ જથ્થાને જોતા આગામી ઉનાળા દરમિયાન પીવાના પાણીની અછત સર્જાય તેવી શક્યતા નહીવત્ત છે. દક્ષિણ ગુજરાતના જળાશયોમાં સૌથી વધુ જથ્થો હોવાથી ત્યાં સ્થિતિ વધુ મજબૂત છે, જ્યારે કચ્છ વિસ્તારમાં ગત વર્ષ (5,332 MCFT) કરતા આ વર્ષે (4,392 MCFT) પાણીનો સંગ્રહ થોડો ઓછો નોંધાયો છે. રાજ્યમાં કુલ 207 જળાશયો આવેલા છે, જેમાં સૌથી વધુ 141 ડેમ સૌરાષ્ટ્રમાં છે, જ્યારે કચ્છમાં 20, મધ્ય ગુજરાતમાં 17, ઉત્તર ગુજરાતમાં 15 અને દક્ષિણ ગુજરાતમાં 13 જળાશયોનો સમાવેશ થાય છે.



Source link

Related Articles

Back to top button