ઈઝરાયલ-ઈરાન યુદ્ધથી રાજકોટ, અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને 750 કરોડનો ફટકો | israel iran war impact rajkot ahmedabad engineering industry 750 crore loss

![]()
Israel Iran War impact on Gujarat industry : ઇઝરાયેલ-અમેરિકા અને ઈરાન યુદ્ધથી રાજકોટ-અમદાવાદના એન્જિનિયરિંગ ઉદ્યોગને ઓછામાં ઓછો રૂ. 750 કરોડથી વધુનો ફટકો પડે તેવી સંભાવના છે. ગુજરાતમાંથી લગભગ 14.75 અબજ ડૉલરના મૂલ્યના એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ થાય છે. અમદાવાદથી ટેક્સટાઈલ મશીનરી, ફાર્મા. ઇન્ડસ્ટ્રીઝની મશીનરી, બોઈલર્સ કેમિકલ પ્રોસેસ માટેના ઉપકરણોની નિકાસ ખોરવાઈ છે. અમદાવાદનો એન્જિનિયરિંગ ઉદ્યોગ ટેક્સટાઈલ મશીનરી, ફાર્માસ્યૂટિકલ ઇન્ડસ્ટ્રીઝ માટેની મશીનરી, ઇલેક્ટ્રિકન મશીનરી, ઇન્ડસ્ટ્રીયલ બોઈલર્સ કેમિકલ પ્રોસેસ માટેના ઉપકરણો બનાવે છે.
રાજકોટ પર મોટું જોખમ
આ પ્રોડક્ટ્સની મુખ્યત્વે યુરોપ આફ્રિકા, મઘ્ય પૂર્વના અને દક્ષિપૂર્વના દેશોમાં નિકાસ કરવામાં આવે છે. રાજકોટના એન્જિનિયરિંગના ક્લસ્ટરમાં બનાવેલા ડિઝલ એન્જિન, સબમર્સિબલ પમ્પ, ઇન્ડસ્ટ્રીયલ પમ્પ, બેરિંગ્સ, ઓટો પાટ્ર્સ, સીએનસી મશીનના પૂરજાઓ, કાસ્ટિગ અને ફોર્જિંગના ઉત્પાદનો, રસોડામાં વપરાતા ધાતુના સાધનો, પિાળની વસ્તુઓ, ઘડિયાળના પૂરજાઓનું મુખ્યત્વે ઉત્પાદન કરવામાં આવે છે. અમદાવાદનો એન્જિનિયરિંગ ઉદ્યોગ ટેક્સટાઈલ મશીનરી, ફાર્માસ્યૂટિકલ ઇન્ડસ્ટ્રીઝ માટેની મશીનરી, ઇલેક્ટ્રિકન મશીનરી, ઇન્ડસ્ટ્રીયલ બોઈલર્સ કેમિકલ પ્રોસેસ માટેના ઉપકરણો બનાવે છે.
આફ્રિકન દેશોમાં થાય છે નિકાસ
આ પ્રોડક્ટ્સની મુખ્યત્વે યુરોપ આફ્રિકા, મઘ્ય પૂર્વના અને દક્ષિપૂર્વના દેશોમાં નિકાસ કરવામાં આવે છે.ક્રૂડ ઓઈલના વધતા ભાવ એન્જિનયિરિંગ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદન ખર્ચ વધારી રહ્યા છે. કાસ્ટિંગ, ફોર્જિંગ, ફાઉન્ડ્રી, મશીન મેન્યુફેક્ચરિંગની કોસ્ટ વધી રહી છે. તેની સાથે જ વીજળીનો ખર્ચ, ટ્રાન્સપોર્ટ ખર્ચ વધી રહ્યો છે. મશીનરી બનાવવા માટેના સ્ટીલ માટે આયાત કરવા પડતા લોખંડ-સ્ટીલ, તાંબા, એલ્યુમિનિયમના ભંગારની આયાતનો ખર્ચ વધી રહ્યો છે. નૂર દર અને ડિલીવરી ટાઈમ વધી જતાં પણ ખર્ચબોજ વધી રહ્યો છે.
કન્સાઈનમેન્ટને નવા રૂટથી મોકલવાનો ખર્ચ વધી રહ્યો છે.
એન્જિનિયરિંગ ગુડ્સની નિકાસ બહુધા દુબઈ, જેબલ અલી પોર્ટ, મઘ્યપૂર્વના શિપિંગ હબ્સમાંથી જ થાય છે. શિપિંગ માટેના વીમાના પ્રીમિયમ ઊંચા ચૂકવવા પડે છે. રાજકોટ કે અમદાવાદથી યુનાઈટેડ આરબ અમિરાત, સાઉદી અરેબિયા, ઓમાન, આફ્રિકા, કે પછી યુરોપના દેશો કે અમેરિકામાં નિકાસ કરવા માટે મઘ્ય પૂર્વના દેશોનો જ રૂટ લેવો પડે છે. હોર્મુઝની સામુદ્રધૂનીને બંધ કરી દેવામાં આવી છે. ગેસ સપ્લાય અને ક્રૂડ સપ્લાય અટકવા માંડ્યો છે. ક્રૂડ-ગેસના ભાવ વધવા માંડ્યા છે. તેની સીધી અસર રાજકોટના ફાઉન્ડ્રી ઉદ્યોગ પર જોવા મળી રહી છે. અમદાવાદના મશીનરીના નિકાસકારો પર પડી રહી છે.
10 થી 12 અબજ ડોલરની છે ઇન્ડસ્ટ્રી
ગુજરાતના એન્જિનિયરિંગ ઉદ્યોગની નિકાસ અંદાજે 10થી 12 અબજ ડૉલરની છે. રાજકોટમાંથી વરસે દહાડે અંદાજે 300 કરોડ રૂપિયાના ડિઝલ એન્જિન મઘ્યપૂર્વના દેશોમાં અને આફ્રિકામાં નિકાસ કરવામાં આવે છે. તેમ જ રૂ. 65 કરોડના મશીન ટુલ્સ, રૂ. 230 કરોડના બેરિંગ્સ, રૂ. 375 કરોડના ફાઉન્ડ્રી પ્રોડક્ટ્સની નિકાસ થાય છે. રાજકોટના પમ્પ મેન્યુફેક્ચરિંગ એકમો વરસે દહાડે રૂ. 60 કરોડના પમ્પની નિકાસ કરે છે. આ વસ્તુઓની નિકાસ મુખ્યત્વે સાઉદી અરેબિયા, નાઈજિરિયા, ઇજીપ્ત, કેન્યા, ઓમાન, કતાર, કુવૈત અને યુનાઈટેડ આરબ અમિરાતમાં થાય છે.
તમામ ઉદ્યોગ ધંધાની માઠી બેઠી
રાજકોટથી ઓટો પાટ્ર્સની અંદાજે રૂ. 400 કરોડથી વધુની નિકાસ મઘ્યમ પૂર્વના દેશો, અખાતના દેશો અને યુરોપિયન સંઘના દેશોમાં થાય છે. રાજકોટથી કનેક્ટિંગ રોડ્સની, પિસ્ટનની, ક્રેન્ક શાફ્ટની અને એન્જિન લાઈનરની પણ નિકાસ થાય છે. દુબઈથી તેમના પ્રોડક્ટ્સ રિ-એક્સપોર્ટ પણ થાય છે. રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ મુખ્યત્વે પંપ, ડીઝલ એન્જિન, કાસ્ટિંગ, ઓટો પાટ્ર્સ બનાવે છે. તેને માટે જોઈતા પૂરજાઓ એટલે કે કાચા માલની આયાત મોંઘી પડે છે. નિકાસમાં વિલંબ થાય છે. આ વિલંબથી ખર્ચ વધે છે. રાજકોટમાં ટેક્સટાઇલ મશીનરી, ઇલેક્ટ્રિકલ મશીનરી, ફાર્મા ઇક્વિપમેન્ટ બનાવવામાં આવે છે. આ તમામના ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. તેમ જ નિકાસ માટે તૈયાર કરેલી મશીનરીને તેના ગંતવ્ય સ્થાન સુધી પહોચાડવી કેમ તે એક મોટી સમસ્યા બની રહી છે. યુદ્ધ વધુ લંબાઈ જાય તો નિકાસના કન્સાઈનમેન્ટ પહોંચાડવામાં વિલંબ થઈ શકે છે.


