વડોદરા કોર્પોરેશન હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના રૂ.4.68 કરોડ ખર્ચાશે | 4 68 crore will be spent on installing solar trees by Vadodara Corporation

![]()
Vadodara Corproration : વડોદરા ઈનીસીએટીવ ટુ વર્ડ્સ નેટ ઝીરોના ઉપક્રમે શહેર તથા શહેરની બહાર પાલિકા હસ્તકના વિવિધ સ્થળો પર સોલાર ટ્રી લગાવવાના કામે ઇજારદાર M/s. Imagine Power Tree Private Limitedના ભાવ ઘટાડ્યા બાદ રૂ.4,67,97,274ના ખાતાના અંદાજીત ભાવ રૂ.4,98,53,281(જીએસટી સહિત) કરતાં 6.13% ઓછાના ભાવપત્રકને સ્થાયી સમિતિની મંજૂરી મેળવી આપવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
વડોદરા ઈનીસીએટીવ ટુવર્ડ્સ નેટ ઝીરોના અભિયાન અંતર્ગત શહેરને ‘Net Zero’ ઉત્સર્જન શહેર (Carbon Neutral City) બનાવવા માટે પુન: પ્રાપ્ય ઊર્જા (Renewable Energy)ને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સ્વર્ણિમ જયંતી ભાગ-૨ના ભંડોળ હેઠળ પાલિકાના વિવિધ સ્થળો જેવા કે જાહેર બગીચા, ચોક, ઉદ્યાન, ઓફિસ પ્રાંગણ – પર સોલાર ટ્રી સ્ટેશન સ્થાપિત કરવાનું આયોજન છે. જે માટે ખાસ ઊંચા પોલ પર સોલાર પેનલ ગોઠવી સૌર ઊર્જા ઉત્પન્ન કરે છે. ઓછી જમીન-વ્યય, આકર્ષક ડિઝાઇનની સુવિધા ધરાવતાં સોલર ટ્રી સ્ટેશન સ્થાપિત થવાથી પાલિકાના ઊર્જા ખર્ચ ઘટશે અને કાર્બન ઉત્સર્જન ઘટાડી નેટ ઝીરો ધ્યેય તરફ આગળ વધી શકાશે. કામ માટે ભાવપત્રો મંગાવતા 2(બે) ઇજારદારો આવેલ હતા. જે કામ માટે પ્રથમ લોએસ્ટ ઇજારદાર M/s. Imagine Power Tree Private Limitedના ભાવ ઘટાડયા બાદ રૂ.4,67,97,274ના ખાતાના અંદાજીત ભાવ રૂ.4,98,53,281(જીએસટી સહિત) કરતાં 6.13% ઓછાના ભાવપત્રકને મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.



