गुजरात
સિહોર પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | A man raped a girl from Sehore parish

![]()
– ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી
– સોનગઢ પોલીસ મથકમાં ગુનો નોંધાયો
ભાવનગર : સિહોર પંથકની એક યુવતી સાથે કામ કરતા શખ્સે યુવતીના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યાં અંગેની પોલીસ ફરિયાદ સોનગઢ પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી વિગત અનુસાર સિહોર પંથકની એક યુવતી સાથે વિપુલ ઈશ્વરભાઈ ઉર્ફે ઈસાભાઈ કાનાણી નામના શખ્સે પરિચય કેળવી મોબાઈલ ફોનમાં વાત કરી મિત્રતા કેળવી યુવતીના ફોનમાં બિભિત્સ ફોટા મેળવી ફોટાઓ વાયરલ કરી દેવાની ધમકી આપી યુવતી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. બનાવ અંગે યુવતીએ સોનગઢ પોલીસ મથકમાં વિપુલ ઈશ્વરભાઈ ઉર્ફે ઈસાભાઈ કાનાણી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે બીએનએસની જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



