ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકોનું રોટેશન જાહેર થયું ઃ કહીં ખુશી તો કહીં ગમ | Rotation of 28 seats of Gandhinagar District Panchayat announced: Some say happiness some say

![]()
આખરે ચૂંટણીનાં ઢોલ વાગવાની વેળા નજીક આવી ગઇ
સામાન્ય સ્ત્રી ૯, બિન અનામત સામાન્ય ૮, ઓબીસી સ્ત્રી ૪ અને સામાન્ય ૪, અનુસૂચિત જાતિ સ્ત્રી ૧ અને સામાન્ય ૧ તથા આદિજાતિ માટે સામાન્ય ૧ બેઠક
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લા પંચાયતની ૨૮ બેઠકોનું રોટેશન જાહેર થવા
સાથે હાલના પદ્દાધિકારી, સભ્યો
માટે કહીં ખુશી, કહીં
ગમનો માહોલ સર્જાયો છે. આ સાથે ચૂંટણીનાં ઢોલ વાગવાની વેળા પણ નજીક આવી છે. રાજ્ય
ચૂંટણી આયોગ દ્વારા ૨૮ બેઠકના રોટેશનમાં સામાન્ય સ્ત્રી ૯, બિન અનામત
સામાન્ય ૮, ઓબીસી ી
૪ અને સામાન્ય ૪, અનુસૂચિત
જાતિ ી ૧ અને સામાન્ય ૧ તથા આદિજાતિ માટે સામાન્ય ૧ બેઠકની જાહેરાત કરવામાં આવી
છે.
જિલ્લા પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા સત્તાવાર શરૃ થઈ છે.
રાજ્ય ચૂંટણી આયોગે બેઠક વિભાજન અને સીમાંકનનું જાહેરનામું બહાર પાડીને ૨૮
બેઠકોનું સીમાંકન નિર્ધારિત કરી દેતાં રાજકીય માહોલ ગરમાયો છે. નકશા સાથેના સીમા
નિર્ધારણ સાથે સ્પષ્ટ નોંધ્યું છે,
કે બાહ્ય સીમાઓનું ફિલ્ડ વેરિફિકેશન સંબંધિત વિભાગ કરશે. નોંધવું રહેશે, કે ચૂંટણી પહેલાં
બેઠક વિભાજન અને સીમાંકન કરવું કાયદેસરની આવશ્યક પ્રક્રિયા છે. જેમાં વસ્તી આધારિત
સમતોલ પ્રતિનિધિત્વ માટે સીમાઓમાં ફેરફાર અથવા પુનઃગઠન કરાય છે. જોકે જાહેરનામા
સાથે રાજકીય પક્ષો અને સ્થાનિક પ્રતિનિધિઓને વાંધા, સૂચનો રજુ કરવા સાત દિવસનો સમય અપાયો છે. તેના નિકાલ અને
અંતિમ સીમાંકન બાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર થશે. રાજકીય રીતે ગાંધીનગર જિલ્લો
સંવેદનશીલ ગણાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં વસ્તી પરિવર્તન, નવી વસાહતો અને
ઔદ્યોગિક વિસ્તારોને ધ્યાનમાં રાખી સીમા ગોઠવણમાં ફેરફારો થવાની સંભાવના છે.
કેટલાક વિસ્તારોમાં અગાઉની સરખામણીમાં મતવિસ્તારનું માળખું બદલાતા સ્થાનિક
રાજકારણમાં નવી ગોઠવણો થઇ છે. જાહેરનામા બાદ હવે ચૂંટણી માટેની ઔપચારિક પ્રક્રિયા
ગતિમાન થશે. અંતિમ સીમાંકન બાદ મતદાર યાદી સુધારણા, અનામત વર્ગની જાહેરાત અને ત્યારબાદ ચૂંટણી કાર્યક્રમ જાહેર
થશે. આ સાથે ગ્રામ્ય સ્તરે રાજકીય ચહલપહલ તેજ બની ચુકી છે.
પ્રમુખ સહિત પાંચ પદ્દાધિકારી હાલની બેઠક લડી શકશે નહીં
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જિલ્લા પંચાયતની ૨૮ બેઠકોનું
રોટેશન જાહેર કરવામાં આવ્યાના પગલે પ્રમુખ સહિત પાંચ પદ્દાધિકારી હાલની બેઠક લડી
નહીં શકે તેવી સ્થિતિ સર્જાઇ છે. પ્રમુખ શિલ્પાબેન પટેલની માણસાની ઇંટાદરા બેઠક
સામાન્ય સ્ત્રીમાંથી ઓબીસી અનામત થઇ છે. શિક્ષણ સમિતિના ચેરમેન હંસાબેન પટેલની
ગાંધીનગરની સરઢવ બેઠક ી સામાન્યથી અનુસૂચિત જાતિને ફાળે ગઇ છે. આરોગ્ય સમિતિના
ચેરમેન જયાબેન ઠાકોરની ગાંધીનગરની અડાલજ બેઠક ઓબીસી ીમાંથી સામાન્ય સ્ત્રીની થઇ
છે. સિંચાઇ સહકાર સમિતિના ચેરમેન લીલાબેન પટેલની માણસાની ચરાડા બેઠક સામાન્ય
સ્ત્રીથી ઓબીસી જાહેર થઇ છે. જ્યારે સામાજીક ન્યાય સમિતિના ચેરમેન કવિતાબેન
સંગાડાની ગાંધીનગરની ચિલોડા બેઠક આદિજાતિમાંથી ઓબીસી જાહેર થઇ છે.
વિપક્ષની સાથે શાસક પક્ષના નેતાની બેઠક જેમની તેમ રહી
જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા અને શાશક પક્ષના નેતાની
બેઠક જેમની તેમ રહેતાં તેઓ હાલની બેઠક પર ચૂંટણી લડી શકે છે. વિપક્ષી નેતા
અજિતસિંહ રાઠોડની માણસાની સોજા બેઠક અને શાશક પક્ષના નેતા કલ્પેશભાઇ પટેલની
માણસાની લોદરા બેઠક વર્ષ ૨૦૨૦માં બિન અનામત સામાન્ય હતી અને ૨૦૨૬ના નવા રોટેશનમાં
જેમની તેમ રહી છે. જો પક્ષ દ્વારા નો રિપીટ થિયરીનો અમલમાં અપવાદ અપાય તો ઉપપ્રમુખ
પારસબેન બિહોલા કે તેનો પરિવાર દહેગામની અમરાજીના મુવાડા બેઠક જાળવી શકે છે. તેવી
રીતે જ કારોબારી ચેરમેન રંજનબેન જાદવની ગાંધીનગરની વલાદ બેઠકમાં, બાંધકામ સમિતિના
ચેરમેન ભરતજી ઠાકોરની ગાંધીનગરની ઉવારસદ બેઠકમાં ઉપરાંત મહિલા બાળવિકાસ ચેરમેન
કવિતાબેન ચૌધરીની માસાની સમૌ બેઠકમાં શક્ય બની શકે તેમ છે.
સઇજ અને બોરિસણા બેઠક રદ થઇ છત્રાલ, શેરિસા નવી બની
ગાંધીનગર જિલ્લા પંચાયતની બે બેઠકો સઇજ અને બોરિસણાના
વિસ્તારને કલોલ નગરપાલિકા વિસ્તારમાં ભેળવી દેવામાં આવ્યાના પગલે હવે આ બન્ને
બેઠકો જિલ્લા પંચાયતમાંથી રદ કરી દેવામાં આવી છે. પરંતુ જિલાલા પંચાયતની બેઠકોની
સંખ્યા ૨૮માં કોઇ ફેરફાર થયો નથી. કેમ કે છત્રાલ અને શેરિસાને જિલ્લા પંચાયતની નવી
બેઠકો તરીકે જાહેર કરી દેવામાં આવી છે.



