નાગાબાવાના વેશમાં ફરતા ગઠિયાઓ નંબર પ્લેટ વગરની કાર લઇને આવ્યા હતા | accused came with a car without a number plate

![]()
વડોદરા,પાદરાથી અટલાદરા તરફ જવાના રોડ પર કારમાં નાગા બાવાના સ્વાંગમાં બેઠેલા ઠગ સીનિઅર સિટિઝનની સોનાની ચેન અને વીંટી સેરવીને ભાગી ગયા હતા.
પોરબંદર કડિયા પ્લોટ શેરી નંબર પાંચમાં રહેતા ૭૧ વર્ષના સીનિઅર સિટિઝન મુકેશભાઈ લાલજીભાઈ થાનકી વડોદરામાં રહેતા દીકરાના ઘરે આવ્યા હતા. તેઓ દીકરાના નવા બંધાતા મકાને જતા હતા. તે દરમિયાન રસ્તામાં નાગાબાવાના સ્વાંગમાં દાગીના ઉતારી લેતા ગઠિયાઓ સાથે ભેટો થઇ ગયો હતો. સોનાની ૪૫ ગ્રામ વજન સોનાની ચેન તથા જમણા હાથમાં પહેરેલી સોનાની ૧૭ ગ્રામ વજનની વીંટી લઇને આરોપીઓ ફરાર થઇ ગયા હતા. પોલીસે બનાવ સ્થળથી આરોપીઓ જે રસ્તા તરફ ભાગ્યા હતા. તે રોડ પર ફિટ કરેલા અંદાજે દોઢસો જેટલા સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી. તે દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓ નંબર પ્લેટ વગરની અને કાળા કલરના કાચવાળી કાર લઇને આવ્યા હતા. અગાઉ આ પ્રકારના ગુનામાં પકડાયેલા આરોપીઓ અંગે પણ પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે, હજી સુધી કોઇ આરોપીઓ મળી આવ્યા નથી.


