પુત્રી ઉપર કલર નાંખ્યો, ઠપકો આપતાં સગીરે ધક્કો મારતા પિતાનું મોત | Ekkewe polis lon Odhav ra makkei eu case me ra poputa le kutta poraus

![]()
અમદાવાદ, સોમવાર
ઓઢવમાં પુત્રી ઉપર સગીરે કલર નાંખ્યો હતો દાદીએ ના કહી છતાં માનતો ન હતો જેથી પિતાએ તેને ઠપકો આપીને અમે ક્રિશ્ચિયન છીએ હોળી રમતા નથી કહેતા સગીરે ઉશ્કેરાઇને યુવકને ધક્કો મારતા તે નીચે પડી ગયા હતા અને માથામાં ઇંટ વાગતા બેભાન થઇ ગયા હતા. જેથી સારવાર દરમિયાન મોત થયું હતું. આ બનાવ અંગે ઓઢવ પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બેભાન હાલતતમાં સારવાર દરમિયાન મોત ઃ ઓઢવ પોલીસે સાઅપરાધ મનુષ્યવધનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ઓઢવમાં રહેતા ૬૨ વર્ષના વૃદ્ધાએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઓઢવ ખાતે રહેતા સગીર સામે ફરિયાદ નોંધાવી છે કે ગઇકાલે બપોરના સમયે વૃદ્ધા તેમની પૌત્રી સાથે ઓઢવ અર્બુદાનગર પાસે આવેલા મંદિરે હાજર હતા. તે સમયે ૧૭ વર્ષના સગીરે વૃદ્ધા અને તેમની પૌત્રીના માથા પર હોળીનો કલર નાખ્યો હતો. જેથી વૃદ્ધાએ સગીરને કલર નાખવાની ના પાડી હતી તેમ છતાં તે માનતો ન હતો.
જેથી વૃદ્ધાએ ઘરે જઇને તેમના પુત્રને બોલાવ્યો હતો. યુવકે આવીને અમે ક્રિશ્ચિયન છીએ હોળી રમતા નથી કહેતા સગીરે ઉશ્કેરાઇ ગયો હતો અને યુવકને ધક્કો મારતા નીચે પડી જતા માથાના ભાગે ઇંટ વાગી હતી જેથી બેભાન થઇ જતાં આસપાસના લોકોએ આવી ગયા હતા અને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.



