गुजरात

પંચમહાલ: ગોધરાના સાથરીયા બજાર ખાતે હિન્દુ-મુસ્લિમ સાથે મળી પ્રગટાવી ‘એકતા હોળી’ | Hindu Muslim celebrate Holika dahan in Godhra Panchmahal



Godhra News : ગુજરાત સહિત દેશભરમાં આજે(2 માર્ચ, 2026)ના રોજ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી. શુભ મુહૂર્ત પર હોલિકા દહન કરીને લોકોએ પોતાની અને પરિવારની સુખ-શાંતિ અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થન કરી. રાજ્યમાં અનેક સ્થળોએ હોલિકા દહન કરવામાં આવ્યું છે, ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં હિન્દુ-મુસ્લિમ એકતા હોળીનું ભારત દેશની આઝાદી પહેલાથી શહેરના સાથરીયા બજાર ખાતે આયોજન કરવામાં આવે છે.

પંચમહાલ જિલ્લાના ગોધરામાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ વચ્ચે એકતાનો પ્રતીક સમાન એકતા હોળીનું આયોજન કરવામાં આવી છે. ભારત દેશની આઝાદી પહેલાથી ગોધરાના સાથરીયા બજાર ખાતે આ રીતે દર વર્ષે હોળીમાં હિન્દુ અને મુસ્લિમ ભાઈ-બહેનો પોતાના પરિવારના સભ્યો સાથે શ્રધ્ધાપૂર્વક જોડાય છે. આમ, હિન્દુ-મુસ્લિમ એક થઈને તમામ ધાર્મિક વિધિ કર્યા બાદ હોળી પ્રગટાવવામાં આવે છે. 

આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં રાજીવ ગાંધીની યાદમાં યોજાઈ છે ભવ્ય મેળો, જાણો શા માટે ગામલોકો કરે છે તેમની પૂજા

અહીં હોલિકા દહનમાં હિન્દુ ભાઈ-બહેનો ઉપરાંત મુસ્લિમ, જૈન ધર્મના ભાઈ-બહેનો પોતાના નાના બાળકો તમામ એકસાથે હોલિકા માતાના ફેરા ફરે છે અને પ્રસાદી લઈને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. તેથી આ હોળીને એકતા હોળી નામ આપવામાં આવ્યું છે. ગોધરાની આ એકતા હોળી દેશના લોકોને એકતા અને ભાઈચારાથી રહીને ધર્મ અને નાત-જાતના ભેદભાવ ભુલવા સુંદરનો મેસેજ આપે છે. હિન્દુ-મુસ્લિમ એકતાનો આ ઉત્તમ ઉદાહરણ છે. 



Source link

Related Articles

Back to top button