गुजरात

કોર્પોરેટસ ટેબલ ટેનિસમાં ટીટીએબી સ્મેશર્સ ચેમ્પિયન | TTAB Smashers champions in corporate table tennis



ટેબલ ટેનિસ એસોસિએશન ઓફ બરોડા (ટીટીએબી) દ્વારા તા.૨૮ ફેબ્રુઆરી અને ૧ માર્ચ દરમિયાન ટીટીએબી-એમએસયુ ટેબલ ટેનિસ સેન્ટર ખાતે યુટીટી કોર્પોરેટ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ૨૦૨૫-૨૬ નું આયોજન કરાયું હતું.

જેમાં કંપનીઓ અને સંસ્થાઓમાંથી કુલ ૧૧ પુરુષ ટીમોએ ભાગ લીધો હતો. આશરે ૬૦ ખેલાડીઓ (૫૪ પુરુષ અને ૬ મહિલા)એ ટીમ ચેમ્પિયનશિપ, સિંગલ્સ, ડબલ્સ અને મિક્સ્ડ ડબલ્સ જેવી વિવિધ ઇવેન્ટ્સમાં પોતાની પ્રતિભા રજૂકરી હતી.

પુરુષોની ટીમ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીટીએબી સ્મેશર્સે ટી સ્ક્વેરને ૩-૧થી હરાવી ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ટી સ્ક્વેરએ સિલ્વર મેડલ, ઈન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાની ટીમે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યા હતા.

આ ઉપરાંત વ્યક્તિગત ઇવેન્ટ્સ વિજેતાઓમાં મેન્સ સિંગલ્સમાં દીપક ડિમરી, મહિલા સિંગલ્સમાં શીતલ શાહ,મેન્સ ડબલ્સમાં ચિરાગ ગોલાનિયા અને અમરસિંહ રાણા,મિક્સ ડબલ્સમાં એલ.વી. ઠાકરે અને શીતલ શાહ નો સમાવેશ થાય છે.



Source link

Related Articles

Back to top button