गुजरात

ભ્રષ્ટાચાર વકર્યોઃ ૨૧૩ લાંચ કેસમાં ૩૧૦ સરકારી બાબુ અને ૧૨૩ વચેટિયા પકડાયા | 310 nouwisin muu me 123 chon lefilen aramas ra ares lon 213 case fan iten liwinin aramas



અમદાવાદ, રવિવાર

 ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના દાવા માત્ર કાગળ પર જ હોય તેવી પરિસ્થિતિ છે. ૨૦૨૫માં ૩૧૦ લાંચિયા બાબુઓએ સવા કરોડની લાંચ લીધી હતી. લાંચ લેવા માટે સરકારી કર્મચારીના બદલે વચેટીયાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ છે કે આતો પકડાયા પકડાયેલા કર્મચારી અધિકારી સામે ગુના દાખલ થયા પકડાયેલા નહી હોય તેવા કેટલા લોકો હશે. સામાન્ય નાગરિકોના પૈસા ફંેકો, તમાશા દેખો જેવો તાલ છે. લાંચના આંકડા જાણે બોલે છે કે કોઇપણ સરકારી કચેરીમાં પૈસા આપ્યા વગર કામ થતા નથી. એન્ટીકરપ્શન બ્યુરોએ જાહેર કરેલા લાંચની રકમ મુજબ ગૃહવિભાગ, આરોગ્ય, પંચાયત તથા મહેસૂલ સહિતના વિભાગો સહિત એકેય વિભાગ એવો નથી કે જ્યાં લાંચ લેવાતી ન હોય.

ગૃહવિભાગ, પંચાયત, મહેસૂલ સહિત એકેય વિભાગ બાકાત નથી ઃ  પકડાયા નહી હોય તેવા અધિકારી, કર્મચારીઓ કેટલા?

ગુજરાતમાં ભ્રષ્ટાચાર એટલી ફાલ્યો ફૂલ્યો છે કે પૈસા આપ્યા વગર કામો થતા જ નથી એસીબીએ કુલ ૨૧૩ કેસ કરીને કેન્દ્રના ૨૩ તથા ગુજરાતમાં ઉચ્ચ અધિકારીઓ તથા વર્ગ-૪ સહિતના કુલ ૩૧૦ પોલીસ કોન્સ્ટેબલ ઉચ્ચ અધિકારી તથા કર્મચારીઓને લાંચ લેતા રંગેહાથ પકડી પાડયા હતા. જ્યારે પંચાયત વિભાગના ૫૦ કર્મચારી અને મહેસૂલના ૫૦ તથા આરોગ્યના ૦૬ તેમજ શિક્ષણ વિભાગના ૧૫ કર્મચારીઓનો સમાવેશ થાય છે. ઉર્જા વિભાગના ૧૦ ઉદ્યોગના ૧૦ કૃષિના ૦૯  શહેરી વિકાસના ૧૩ તથા નર્મદાના ૧૩ અને કેન્દ્રના ૨૩ સહિત કુલ ૩૧૦ કર્મચારીઓ લાંચ લેતા રંગેહાથ પકડાયા છે.

લોકફરિયાદના આધારે કુલ ૧૭૪ ટ્રેપ ગોઠવી સફળ કાર્યવાહી કરી હતી. તો, ૧૯ કિસ્સાઓમાં સરકારી ખાતાંઓમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર ઉપર અંકુશ મેળવવા એસીબી તરફથી ડીકોય એટલે કે સ્વયંભૂ કાર્યવાહી (ટ્રેપ) ગોઠવાઈ હતી. તો, ફરિયાદોના આધારે ઊંડાણભરી તપાસ કર્યા બાદ સરકારી બાબુઓ સામે અપ્રમાણસર મિલકત હોવા અંગેના કુલ ૧૬ ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.



Source link

Related Articles

Back to top button