गुजरात

ટ્રાફિકનું ભારણ ઘટાડવા જગતપુર,ગોદરેજ ગાર્ડન સિટી, ઉમિયા સિટી જંકશન રીડેવલપ કરાશે | To reduce traffic congestion city



અમદાવાદ,શનિવાર,28
ફેબ્રુ,2026

અમદાવાદમાં વિસ્તાર વધવાની સાથે ટ્રાફિકની સમસ્યામા સતત
વધારો થઈ રહયો છે. આ પરિસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ
વિસ્તારમાં આવેલા ટ્રાફિક જંકશનનો સર્વે કરાવવામા આવી રહયો છે. ટ્રાફિકનુ ભારણ
ઘટાડવા જગતપુર ઉપરાંત ગોદરેજ ગાર્ડન સિટી તથા ઉમિયા સિટી ટ્રાફિક જંકશન રીડેવલપ
કરવા  રોડ કમિટીમા દરખાસ્ત મંજૂર કરવામા
આવી છે.રુપિયા ૮.૫૦ લાખનો ખર્ચ કરવામા આવશે.

શહેરના જુદા જુદા વિસ્તારમા આવેલા મોટા અને નાના ટ્રાફિક
જંકશનને રીડેવલપ કરવા સર્વે કરાવાઈ રહયો છે. આઈઆરસીની ગાઈડલાઈન મુજબ તેમા જરુરી
સુધારા વધારા કરી જંકશન ડિઝાઈન કરવા મંજુરી અપાઈ હતી.રોડ કમિટીના ચેરમેન જયેશ પટેલે
કહયુ
, ટ્રાફિક
જંકશન ઉપર ટ્રાફિક વોલ્યુમ કાઉન્ટ
,
સ્પીડ ડીલે સર્વે તથા જંકશન કયુ સર્વે કરાવવામા આવે છે.જંકશન રીડેવલપમેન્ટની
કામગીરી ઝડપી બનાવવા સેપ્ટ ઉપરાંત આઈઆઈટી ગાંધીનગર
, નિરમા યુનિવર્સીટી ,આઈઆઈટી
રામ જેવી સંસ્થાઓ પાસે ડીટેઈલ સર્વે કરાવાઈ રહયો છે.નિરમા યુનિવર્સીટી દ્વારા આ
ત્રણ ટ્રાફિક જંકશન રીડેવલપ કરવા ડિઝાઈન તૈયાર કરવામા આવી છે.આગામી સમયમાં આ
ટ્રાફિક જંકશન રીડેવલપ કરવામા આવશે.



Source link

Related Articles

Back to top button