વારસિયામાં વેપારીની આંખમાં મરચું નાંખી 10લાખ અને વિદેશી નોટોની લૂંટનાે માસ્ટર માઇન્ડ પકડાયો | mastermind of robbery of 10 lakhs arrested

![]()
વડોદરાઃ વારસિયા રિંગરોડ પર ઉત્તરાયણને બીજે દિવસે સિનિયર સિટિઝન વેપારીની આંખમાં મરચું નાંખી ૧૦ લાખની રોકડ અને વિદેશી ચલણી નોટોની લૂંટના બનેલા બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે મહત્વની ભૂમિકા ભજવનાર આરોપીને ઝડપી પાડયો છે.
વારસિયાની ચતુરપાર્ક સોસાયટીમાં રહેતા અને કારેલીબાગમાં દુકાન ધરાવતા લીલારામ રેવાણી ગઇ તા.૧૬મીએ રાત્રે દુકાનેથી કારમાં ઘેર પરત ફર્યા ત્યારે ઘરની બહાર કારમાં ઉતરતાં જ સ્કૂટર અને બાઇક લઇ આવેલા લૂંટારાએ તેમની આંખમાં મરચું નાંખી રોકડા રૃ.૧૦ લાખ અને જુદાજુદા દેશોની ચલણી નોટો (અંદાજે રૃ.૨ કરોડની કિંમતની) લૂંટી લીધી હતી.
એક લૂંટારો સ્થળ પર પકડાઇ જતાં બીજા પણ લૂંટારાને પોલીસે ઝડપી પાડી લૂંટની રકમ કબજે કરી હતી.જ્યારે વેપારીના વિદેશી નોટોના ગેરકાયદે ધંધા અંગે ઇડીને જાણ કરાઇ હતી.આ બનાવમાં પોલીસે માસ્ટર માઇન્ડ વિનોદ ઉર્ફે બિલ્લો રાજુ મારવાડી(વ્હાઇટ વુડાના મકાનમાં,ખોડિયાર નગર)ને સરસિયા તળાવપાસેથી ઝડપી પાડયો છે.વિનોદે લૂંટારાઓને વેપારીનો રૃટ બતાવ્યો હોવાની અને કેવી રીતે લૂંટ કરવી તે બતાવ્યું હોવાની ભૂમિકા ભજવી હોવાનું પોલીસે કહ્યું છે.



