गुजरात

સુરતમાં પતિ-પત્ની અને બે દીકરીઓના સામૂહિક આપઘાત મામલે આરોપી વૈભવ રુંગટા દિલ્હીથી ઝડપાયો | Surat Family Self destruction Case Accused Vaibhav Rungta Arrested in Delhi by Police



Surat News : સુરતમાં બાલમુકુન્દ નામના વ્યક્તિએ પત્ની અને બે માસૂમ દીકરીઓ સાથે ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કરુણ ઘટનામાં પરિવારના ત્રણ સભ્યોના મોત થયા હતા. સામૂહિક આપઘાત કેસ મામલે પોલીસે સુસાઈડ નોટના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં વૈભવ રુંગટા નામના શખસના માનસિક ત્રાસથી પરિવારે આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે આરોપી વૈભવ રુંગટાને દિલ્હીથી ઝડપી પાડ્યો છે. 

સામૂહિક આપઘાત મામલે આરોપી વૈભવ રુંગટા દિલ્હીથી ઝડપાયો  

સુરતના વેસુમાં પરિવારના સામૂહિક આપઘાત કેસ મામલે પોલીસે આરોપી વૈભવ રૂંગટાની દિલ્હીથી ધરપકડ કરી લીધી છે. આરોપીની ધરપકડ બાદ દિલ્હી કોર્ટ સમક્ષ ટ્રાન્ઝીસ્ટ રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં દિલ્હી કોર્ટે રિમાન્ડ નામંજૂર કરીને સુરત કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપીને સુરત કોર્ટમાં હાજર કરીને રિમાન્ડ સહિતની કામગીરી હાથ ધરી છે.

પરિવારના ત્રણ લોકોના મોત

મળતી માહિતી મુજબ, સુરતમાં વેસુની ‘હેપી એલિગન્સ’ બિલ્ડિંગમાં રહેતા મુળ બિહારના રહેવાસી બાલમુકુન્દ નામના વ્યક્તિએ તેની પત્ની અને બે દીકરી સાથે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં ત્રણના મોત થયા હતા, જ્યારે એક પુત્રીનો બચાવ થયો છે. બાલમુકુન્દ ખેતાન ઘરે બેસીને જ શેરબજારની કામગીરી કરતો હતો. 

બિહારનો વતની છે બાલમુકુન્દ

મૃતક બાલમુકુન્દ મૂળ બિહારના વતની હતો અને છેલ્લા બે વર્ષથી સુરતમાં ઘરે બેઠા શેરબજાર (Stock Market)નું કામકાજ કરતો હતો. ઘટનાના દિવસે પરિવારે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કર્યો હતો. આ ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી. આપઘાતને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ પણ વાંચો: સુરત: ખાટુ શ્યામ મંદિરે ફાગુન મેળાના પ્રારંભે જ અરાજકતા, VIP કલ્ચર વચ્ચે શ્રદ્ધાળુઓ અને વૃદ્ધોને હડધૂત કરાયા

સુસાઈડ નોટમાં થયેલા ચોંકાવનારા ખુલાસા

પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ પાનાની સુસાઈડ નોટ મળી આવી હતી. જેમાં આપઘાત પાછળના જવાબદાર કારણો અને વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સુસાઈડ નોટમાં વૈભવ રુંગટા નામના શખસનું નામ સામે આવ્યું હતું. આરોપી વૈભવ રુંગટા મૃતક બાલમુકુન્દને રૂપિયા માટે સતત ત્રાસ આપતો હોવાનો ઉલ્લેખ છે. આરોપીએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પણ બળજબરીથી પડાવી લીધા હતા. આરોપીએ બાલમુકુન્દના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને બિનજરૂરી શોપિંગ પણ કરી હતી, જેના કારણે પરિવાર પર આર્થિક બોજ વધી ગયો હતો.



Source link

Related Articles

Back to top button