गुजरात

વડોદરામાં પાડોશી પાસેથી લીધેલા રૂ.14 લાખ પર વ્યાજનો વિવાદ : રકમ પરત ચૂકવ્યા બાદ પણ વધુ રૂ.14 લાખની માંગણી | Interest dispute on 14 lakh taken from neighbor in Vadodara



Vadodara : આર્થિક સંકડામણમાં પાડોશી પાસેથી રૂ. 14 લાખની રકમ લઈ તે પરત ચૂકવ્યા બાદ વધુ રૂ.14 લાખની માગ કરી ખોટા કેસમાં ફસાવાની ધમકી મામલે યુવકની ફરિયાદના આધારે કપૂરાઈ પોલીસે ગુનો દાખલ કર્યો છે.

વડદલા માર્ગ વિસ્તારમાં રહેતા વિનીત મસ્કે, જે ટ્રાવેલ્સમાં ડ્રાઇવર તરીકે કામ કરે છે, તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2023-24 દરમિયાન નાણાકીય જરૂરિયાત ઊભી થતા પાડોશી જૈમીન પરસોત્તમભાઈ પટેલ (હાલ રહે-નંદ આઇકોન, નારાયણ વાડી, અટલાદરા) પાસેથી ટુકડે-ટુકડે મળી કુલ રૂ.14 લાખ લીધા હતા. તે સમયે વ્યાજ અંગે કોઈ ચર્ચા કે શરત ન હતી. સુરક્ષા પેટે ત્રણ કોરા સહીવાળા ચેક આપ્યા હતા.

ફરિયાદ અનુસાર, વિનીતે બાદમાં ટુકડે-ટુકડે રૂ.14 લાખની સંપૂર્ણ રકમ પરત ચૂકવી દીધી હતી. જોકે ત્યારબાદ જૈમીન પટેલે આ રકમ વ્યાજ પેટે હોવાનું કહી વધુ રૂ.14 લાખ મુદ્દલ બાકી હોવાનું જણાવ્યું હતું.

યુવકનો આક્ષેપ છે કે, આરોપી દ્વારા ગાળો બોલી ધમકી આપવામાં આવી છે  કે, જો રકમ કે વ્યાજ નહીં આપે તો ચેક બાઉન્સનો કેસ કરીને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

આ મામલે કપૂરાઈ પોલીસે ફરિયાદના આધારે જૈમીન પટેલ સામે ગુજરાત નાણાં ધીરધાર અધિનિયમ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button