લખતરમાં ગટરના પાણીનો પ્રશ્ન ૨૬ વર્ષથી અધ્ધરતાલ, રહીશોમાં રોષ | The issue of sewage water in Lakhtar has been unresolved for 26 years anger among residents

![]()
પડતર
પ્રશ્નનો ઝડપથી ઉકેલવા માલતદારની સૂચના
ફરિયાદ
નિવારણ કાર્યક્રમમાં જમીન વળતર,
ગટર સહિતના કામો બાબતે
અરજદારોની રજૂઆત
લખતર – લખતર
મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં વણા ગામના ખેડૂત દેવશીભાઈએ રોડ નિર્માણમાં કપાયેલી જમીનનું વળતર ન મળવા
બાબતે, જ્યારે
મેહુલકુમાર દવેએ વર્ષ ૨૦૦૧થી પડતર ગટર અને ગંદકીના નિકાલના પ્રશ્ને રજૂઆત કરી હતી.
આ
ઉપરાંત, વનરાજભાઈ
ચાવડાએ નર્મદા કેનાલના કામમાં થયેલ ભ્રષ્ટાચાર અને બોગસ નાળાના કામકાજને હાઈટ સાથે
નવેસરથી બનાવવા માંગ કરી હતી. અણિયાળી ગામે જમીન માપણીની ભૂલો સુધારવા અંગે પણ
રજૂઆત થઈ હતી. અરજદારોની રજૂઆતો સાંભળ્યા બાદ ઇન્ચાર્જ મામલતદારે હાજર રહેલા વિવિધ
વિભાગના અધિકારીઓને આ પ્રશ્નોનો ત્વરિત અને હકારાત્મક નિકાલ કરવા કડક સૂચના આપી
હતી. ખાસ કરીને વર્ષોથી લંબાયેલા પ્રશ્નો અને માપણીની ભૂલો બાબતે સંબંધિત કચેરીઓને
તાત્કાલિક રિપોર્ટ સોંપવા જણાવ્યું હતું.



