गुजरात
ધોરણ-૧૦નો પરીક્ષાર્થી બીજા કેન્દ્ર પર પહોંચી જતાં પોલીસે મૂળ કેન્દ્ર પર પહોંચાડયો | Police escorted a Class 10th examinee to the original center after he reached another center

![]()
વડોદરાઃ પરીક્ષાર્થીઓને મદદ કરવા માટે પોલીસને સૂચના આપવામાં આવી હોવાથી આજે ભૂલા પડેલા એક વિદ્યાર્થીને પોલીસે સમયસર મૂળ કેન્દ્ર પર પહોંચાડયો હતો.
બગીખાના ખાતે બરોડા હાઇસ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર ધોરણ-૧૦નો એક વિદ્યાર્થીને તેની બેઠક વ્યવસ્થા નહિ મળતાં અટવાયો હતો.
ગભરાયેલા વિદ્યાર્થીને જોતાં જ ફરજ પરના એક હેડકોન્સ્ટેબલને શંકા ગઇ હતી અને તેણે વિદ્યાર્થીને કોઇ તકલીફ છે કે કેમ તેમ પૂછ્યું હતું.વિદ્યાર્થીએ પરીક્ષા સ્લીપ બતાવતાં તેમાં પરીક્ષા કેન્દ્ર મહારાણી વિદ્યાલય દર્શાવાયેલું હતું.જેથી તેણે બાઇક પર વિદ્યાર્થીને સમયસર મૂળ કેન્દ્ર પર લઇ જઇ પરીક્ષા ખંડમાં બેસાડવાની વ્યવસ્થા કરી હતી.



