ઇન્વેસ્ટમેન્ટના નામે ક્રેડિટ કાર્ડ મારફતે રૃ.11 લાખની છેતરપિંડી | Fraud of Rs 11 lakh through credit card in the name of investment

![]()
વડોદરાઃ નિઝામપુરા વિસ્તારમાં હેરસલૂન ધરાવતા એક સંચાલકને વિશ્વાસમાં લઇ ઇન્વેસ્ટમેન્ટના નામે ૧૧.૩૮ લાખ પડાવી લેનાર પરિચિત જિતેન્દ્રસિંઘ સામે ફરિયાદ નોંધાઇ છે.
ગોરવાના હાઉસિંગ બોર્ડમાં રહેતા નરેશ ભાઇ બગથરીયાએ પોલીસને કહ્યું છે કે,મારા સલૂન પર આવતા રીચર્ડ નામના ગ્રાહક મારફતે ભાયલી ટીપી ૩ ખાતે શ્રી રાધેશ્યામ ઇલાઇટ ગ્રીન ફિલ્ડ ખાતે રહેતા જિતેન્દ્રસિંઘ મનકસિંઘ રાજપૂરોહિત સાથે પરિચય થયો હતો.
જિતેન્દ્રસિંઘ સસ્તામાં ઇલેકટ્રોનિક્સ ચીજો રાખતા હોવાની વાત કરતાં મેં તેમની પાસે ૪૦ હજારનો ફોન ૨૬ હજારમાં લીધો હતો.ત્યારબાદ તેમણે મને ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા અને પ્રોફિટનો ભાગ આપવાની વાત કરતાં મેં વિશ્વાસ રાખી મારું,મારી માતાના અને મિત્રના ક્રેડિટ કાર્ડ આપ્યા હતા.શરૃઆતમાં તેમણે મને વળતર આપ્યું હતું.પરંતુ ત્યારબાદ રૃ.૧૧.૩૮ લાખ નહિ આપી વિશ્વાસઘાત કર્યો છે.જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.



