गुजरात

લખતરમાં પાણીની લાઇન લીકેજથી ત્રસ્ત શહેરીજનો ઢોલ-નગારા સાથે રેલી કાઢશે | Residents of Lakhtar affected by water line leakage will take out a rally with drums and drums



પાણીની
લીકેજ લાઇનથી
તળાવ કાંઠે તરસ્યાજેવી સ્થિતિ

કોન્ટ્રાક્ટરે
પૂરતી ઊંડાઇએ પાણીની લાઇન નહીં નાખતા શહેરમાં ઠેર-ઠેર લીકેજની સમસ્યા ઃ બે કરોડ
પાણીમાં ગયા

લખતર – 
લખતર ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે સરકાર
દ્વારા અંદાજે રૃ. ૨ કરોડના ખર્ચે ૪૦ કિલોમીટર લાંબી નવી પાઇપલાઇન નાખવામાં આવી
હતી. જોકે
, નિયમ મુજબ પાઇપલાઇન પૂરતી ઊંડાઈએ નાખવાના બદલે
ઉપરછલ્લી નાખી દેવામાં આવતા અત્યારે ગામના મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર લીકેજની સમસ્યા
સર્જાઈ છે.

લીકેજ
લાઇનથી હજારો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે
, જ્યારે બીજી તરફ મફતિયાપરા અને ભૈરવપરા
જેવા વિસ્તારોમાં લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે.સ્થાનિક રહીશોના જણાવ્યા
અનુસાર
, ૧૨,૦૦૦થી વધુની વસ્તી ધરાવતા
લખતરમાં અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા પાઇપલાઇનના સમારકામ કે યોગ્ય આયોજનમાં
કોઈ રસ દાખવવામાં આવ્યો નથી. રોષે ભરાયેલા ગ્રામજનોએ આગામી ૫ માર્ચ
, ૨૦૨૬ના રોજ ઉગમણા દરવાજાથી તાલુકા પંચાયત સુધી ઢોલ-નગારા સાથે વિરોધ રેલી
કાઢવામાં આવશે. આ આંદોલનને વેગ આપવા માટે લખતરના ગાંધી ચોકમાં એક મોટું બોર્ડ
લગાવી તમામ અસરગ્રસ્ત વિસ્તારના રહીશોને રેલીમાં જોડાવવા માટે અપીલ કરવામાં આવી
છે. ત્યારે આ મામલે સરકાર કેવા પગલાં લે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે.



Source link

Related Articles

Back to top button