गुजरात

ધોળકાના પીસાવાડામાં 2 ગાયોની ચોરી કરી કતલ કરનાર 3 શખ્સ ઝડપાયા | 3 people arrested for stealing and slaughtering 2 cows in Dholka’s Pisawada



પોલીસે કાર મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

રાત્રિના સમયે વાડામાંથી બે ગૌવંશને કારમાં ઉઠાવી જઇ ખેતરમાં જ ક્રૂર્તાપૂર્વક કતલ કરી માંસ ચોરી ગાયા હતા

બગોદરા –  ધોળકા રૃરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પીસાવાડા ગામમાંથી બે ગાયોની ચોરી કરી તેની ઘાતકી રીતે કતલ કરવાના ગુનાનામાં  પોલીસે ગણતરીના દિવસોમાં ાણ આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં એક પશુપાલકના વાડામાંથી અજાણ્યા શખ્સો બે ગાયો ચોરી ગયા હતા. ચોરી કર્યા બાદ પીસાવાડા-ઇંગોલી રોડ પર વિરડી ચોકડી નજીક આ ગાયોની ક્રૂરતાપૂર્વક કતલ કરવામાં આવી હતી. આરોપીઓ ગાયોનું માંસ લઈ ગયા હતા અને ચામડીના અવશેષો ઘટનાસ્થળે જ મૂકી ફરાર થઈ ગયા હતા, જેનાથી સ્થાનિકોની ધામક લાગણી દુભાઈ હતી.

બનાવ અંગે ધોળકા રૃરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે હ્યુમન સોર્સ અને સર્વેલન્સ ટીમની મદદથી પોલીસે બાતમીના આધારે (૧)

સાજીતશા મહેબુબશા દિવાન (ઉ.વ. ૨૬, રહે. ઇંગોલી ગામ ,તા. ધોળકા) (૨) અલ્તાફશા ઉર્ફે અલ્લુ મહંમદશા દિવાન (રહે. ધોળકા, મુળ તા. ખંભાત, જિ.આણંદ) (૩) વિપુલભાઇ જશુભાઇ દેવીપુજક (રહે. ઇંગોલી ગામ, તા.ધોલકા)ની ધરપકડ કરી કાર, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે આરોપીઓ વિરૃદ્ધ ગુજરાત પ્રાણી પશુ સંરક્ષણ ધારા ૨૦૧૭ અને પશુ પ્રત્યે ક્રૂરતા નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button