गुजरात

ગુજરાતમાં 3,727 કરોડનું ડ્રગ્સ પકડાયું: ‘ઝીરો ટોલરન્સ’ના દાવા વચ્ચે નેટવર્ક નાબૂદી સામે સવાલો | more than Rs3727 Crore Worth Narcotics Drug Seized in 2 Years in Gujarat



Drugs Seized In Gujarat : ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં રૂ.3,727 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયાના આંકડા વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યા છે. સરકાર આને પોતાની ‘ઝીરો ટોલરન્સ’ નીતિની સફળતા ગણાવી રહી છે, પરંતુ બીજી તરફ એ સવાલ પણ ઉઠી રહ્યો છે કે શું માત્ર ડ્રગ્સ પકડાવું એ સુરક્ષાની નિશાની છે કે પછી રાજ્યમાં ડ્રગ્સના વધતા જતા પ્રસારનો પુરાવો?

સરકારના દાવા અને 41,000 કિલો જપ્તી

રાજ્ય મંત્રી કૌશિક વેકરિયા અને હર્ષ સંઘવીએ વિધાનસભામાં રજૂ કરેલા આંકડાની જો વાત કરીએ તો, છેલ્લા 2 વર્ષમાં 41,000 કિલોગ્રામ નશાનો કાળો કારોબાર પકડાયો છે. કુલ 1,647 ગુના નોંધાયા છે. જેમાં જામનગર અને કચ્છમાં જ 306 આરોપીઓની ધરપકડ થઈ. કચ્છમાં ડ્રગ માફિયાઓની રૂ.32.20 કરોડની મિલકતો જપ્ત કરી ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું છે. સરકારનો દાવો છે કે ગુજરાતમાં ડ્રગ્સ સંબંધિત ક્રાઇમ રેટ માત્ર 0.8 છે, જે દેશમાં સૌથી ઓછો છે.

ગંભીર સવાલો: શું ખરેખર નેટવર્ક તૂટ્યું છે?

સરકાર ભલે આને મોટી સિદ્ધિ ગણાવે, પરંતુ જનતા અને વિશ્લેષકોના મનમાં કેટલાક તીક્ષ્ણ સવાલો ઊભા થઈ રહ્યા છે.

1. માત્ર ડ્રગ્સ પકડાય છે કે માસ્ટરમાઈન્ડ પણ?

વિધાનસભામાં અપાયેલી માહિતી મુજબ ડ્રગ પેડલર્સ અને ફેક્ટરીઓ પકડાઈ છે, પરંતુ સવાલ એ છે કે દરિયાઈ માર્ગે કે અન્ય માધ્યમોથી ડ્રગ્સ મોકલનારા ‘મુખ્ય સૂત્રધારો’ સુધી પોલીસ પહોંચી શકી છે ખરી? શું ‘ટોપ ટુ બોટમ’ ઇન્વેસ્ટિગેશન માત્ર કાગળ પર છે કે જમીન પર?

2. ડ્રગ્સ આવતું બંધ કેમ નથી થતું?

જો એજન્સીઓ આટલી સચોટ કામગીરી કરી રહી હોય, તો વારંવાર હજારો કરોડનું ડ્રગ્સ ગુજરાતના દરિયાકિનારે કે બંદરો પરથી કેમ મળી આવે છે? શું ડ્રગ્સ કાર્ટેલ્સને પકડવામાં એજન્સીઓ ક્યાંક ઉણી ઉતરી રહી છે?

3. અન્ય રાજ્યોનું કનેક્શન:

ઓડિશાના ‘પાંડી બ્રધર્સ’ જેવા નેટવર્ક તોડવાની વાતો થાય છે, પણ હજુ પણ રાજ્યના યુવાનો સુધી નશો પહોંચી રહ્યો છે તે એક કડવી વાસ્તવિકતા છે.

આ પણ વાંચો: સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની મેગા ચેકિંગ ડ્રાઈવ: રૂ.652 કરોડનું વીજબિલ બાકી, 28 લાખ કનેક્શનો પર તવાઈ

પોલીસનો નવો અભિગમ: જેલ નહીં, કાઉન્સેલિંગ

એક સકારાત્મક પાસું એ પણ છે કે પોલીસ હવે માનવીય અભિગમ અપનાવી રહી છે. નશાના આદિ બનેલા યુવાનોને જેલમાં ધકેલવાને બદલે સુરત અને અમદાવાદમાં પરિવાર સાથે મળીને કાઉન્સેલિંગ કરવામાં આવે છે. આ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં નવા ડિ-એડિક્શન સેન્ટર ખોલવાની જોગવાઈ પણ કરવામાં આવી છે.

માત્ર આંકડા પૂરતા નથી

ગુજરાત સરકાર ‘ડ્રગ્સ મુક્ત ગુજરાત’ના સંકલ્પ સાથે આગળ વધી રહી છે અને ATS તથા 6 ઝોનમાં કાર્યરત એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ સતત કાર્યરત છે. પરંતુ, જ્યાં સુધી ડ્રગ્સની ‘સપ્લાય લાઇન’ સંપૂર્ણપણે કપાય નહીં અને રાજ્યમાં ડ્રગ્સ ઘૂસવાનું બંધ ન થાય, ત્યાં સુધી આ આંકડાઓને માત્ર સફળતા તરીકે જોવા તે ઉતાવળ ગણાશે.



Source link

Related Articles

Back to top button