गुजरात

વારસિયા-કિશનવાડી રોડ પર બપોરે જૂની અદાવતને કારણે સ્કૂટરને આગ ચાંપી | Scooter set on fire in the afternoon due to old enmity



વડોદરાઃ વારસિયા-કિશનવાડી વિસ્તારમાં જૂની અદાવતને કારણે આજે બપોરે એક સ્કૂટરને આગ ચાંપવાનો બનાવ બન્યો હતો.

વારસિયાની પારસ સોસાયટી નજીક પ્રમુખ સ્વામી નગરમાં રહેતા રોહિત શર્માએ પોલીસને કહ્યું હતું કે,અગાઉની અદાવતને કારણે ગઇકાલે વિશાલે અમારે ત્યાં ઝઘડો કર્યો હતો.જેમાં સમાધાન થયું હતું.

આ બનાવ બાદ આજે બપોરે હું સમા ગયો હતો ત્યારે મારી બહેને ફોન કરીને કહ્યું હતું કે,વિશાલ ઝઘડો કરવા આવ્યો હતો અને તેણે આપણા સ્કૂટરને જ્વલનશિલ પદાર્થ છાંટીને આગ ચાંપી છે.ફાયર બ્રિગેડને પણ આ  બનાવની જાણ કરાઇ હતી.જ્યારે પાણીગેટ પોલીસે ગુનો નોંધી સીસીટીવી મેળવવા તજવીજ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button