गुजरात

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઉલટી ગંગા : વહુએ માવતર પક્ષને બોલાવી લઇ સાસુને ધોકાવી નાખ્યાની પોલીસ ફરિયાદથી ચકચાર | Police complaint alleging daughter in law and her family attacked mother in law



Jamnagar : જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં સાસુ વહુ વચ્ચેની તકરારનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યા છે, અને સાસુએ પોતાના ઉપર હુમલો કરવા અંગે પોતાનીજ પુત્રવધુ અને તેણીના પરીવારના પાંચ સભ્યો સામે પોલીસ ફરિયાદ નોંધાવતાં ભારે ચકચાર જાગી છે.

જામનગરના ગુલાબ નગર નજીક હુસેની ચોક વિસ્તારમાં રહેતા રોશનબેન ગુલમામદભાઈ ખફી નામના 51 વર્ષના મહિલાએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાનીજ પુત્રવધુ રૂકસાના ઉપરાંત વેવાઈ-વેવાણ ફિરોજ ભાઈ અને રોશનબેન ઉપરાંત તેના પરિવારના મહેકબેન અને સાઈનાબેન સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી મહિલા પોતાના પુત્રવધુથી અલગ રહે છે, અને ગઈકાલે પોતાની નાની પુત્રવધુને મળવા માટે ગઈ હતી, જે દરમિયાન મોટી પુત્રવધુ સાથે પાટલો ધોવા બાબતે બોલાચાલી થઈ હતી, અને પુત્રવધુ રૂકસાને પોતાના પરિવારના સભ્યોને બોલાવી લઈ સાસુ રોશનબેન ઉપર હુમલો કરી દીધો હતો. જેથી રોશનબેનને ઇજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. આ બનાવ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાની પુત્રવધુ અને તેના પરિવારના કુલ પાંચ સભ્યો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button