गुजरात

જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર કાર અને ખાનગી લક્ઝરી બસ વચ્ચેના અકસ્માતમાં એક યુવતિ સહિત ચાર વ્યક્તિને ઈજા | 4 people were injured in accident between car and private luxury bus on Jamnagar Khambhalia highway



Jamnagar Accident : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ ટોલનાકા નજીક ઇકો સ્પોર્ટ કારને ખાનગી લક્ઝરી બસના ચાલકે ઠોકર મારી દેતાં અકસ્માત સર્જાયો હતો. જેથી કારમાં નુકસાની થઈ હતી, ઉપરાંત કારની અંદર બેઠેલા એક યુવતિ સહિતના ચાર વ્યક્તિને નાની મોટી ઇજા થવાથી જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે ખાનગી લક્ઝરી બસના ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 મૂળ જૂનાગઢના વતની મહેશકુમાર નાથાલાલ વાઘેલા (ઉ.વ.59) પોતાની ઇકો સ્પોટ કંપનીની જી.જે.1 આર.એસ. 7283 નંબરની કાર લઈને જામનગરમાં રહેતા જયેશભાઈ શાંતીભાઈ પરમારને ત્યાં આવ્યા હતા અને જયેશભાઇ તથા તેમના દિકરી માનશી જયેશભાઈ પરમાર, તથા જયેશભાઈના સાળા પંકજભાઇ અર્જુનભાઈ સોઢા સાથે કારમાં બેસીને જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર બેડ પાસેથી પસાર થઈ રહ્યા હતા.

 જે દરમિયાન જી.જે. 3 બી.ડબ્લ્યુ. 0483 નંબરની ખાનગી લક્ઝરી બસના ચાલકે કારને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કારને નુકસાની થઈ હતી, ઉપરાંત અંદર બેઠેલી ચારેય વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. પોલીસે કારચાલકની ફરિયાદના આધારે ખાનગી લક્ઝરી બસના ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.



Source link

Related Articles

Back to top button