વડોદરા શહેર અને જિલ્લાના 13 લાખ લોકો સરકારી અનાજ પર નિર્ભર | 13 lakh people of Vadodara city and district depend on government food grains

![]()
Vadodara : વડોદરા શહેર અને જિલ્લાની કુલ વસતિના 30 ટકા લોકો સરકારી અનાજ પર નિર્ભર છે. પુરવઠા વિભાગ દ્વારા શહેર અને જિલ્લાની 30 ટકા વસતિને દર મહિને અનાજ મફત અથવા ખૂબ જ ઓછા દરે વિતરણ કરવામાં આવે છે. ટૂંકમાં કહી શકાય કે તેઓ ગરીબી રેખા નીચે જીવન વિતાવી રહ્યા છે.
સૌથી વધુ રેશનકાર્ડ અને લાભાર્થીની સંખ્યા પાદરા તાલુકામાં જ્યારે વડોદરા શહેરના ઝોનલ-2 વિસ્તારમાં સૌથી ઓછી
વડોદરા શહેરમાં પુરવઠા ખાતાની છ ઝોનલ કચેરીઓ આવેલી છે જ્યારે જિલ્લામાં આઠ મળી કુલ 14 ઝોનલ કચેરીઓ શહેર અને જિલ્લામાં કાર્યરત છે. આ કચેરીઓમાં સૌથી વધુ રેશનકાર્ડ પાદરા તાલુકામાં ઇસ્યૂ થયા છે અને સરકારી અનાજ મેળવનારા લાભાર્થીઓની સંખ્યા પણ સૌથી વધારે આ તાલુકામાં જ છે. જ્યારે વડોદરા શહેરની ઝોનલ-2 કચેરીમાં સૌથી ઓછા રેશનકાર્ડ અને લાભાર્થીઓની સંખ્યા છે.
સરકારી અનાજ મેળવતા લાભાર્થીઓની સંખ્યા વડોદરા શહેર અને જિલ્લામાં કુલ 13 લાખથી પણ વધારે છે જ્યારે તેની સામે શહેર અને જિલ્લાની કુલ વસતિ આશરે 45 લાખ છે એટલે કે વસતિના 30 ટકા લોકો સરકારી અનાજ રેશનકાર્ડ દ્વારા મેળવી રહ્યા છે. અંત્યોદય, એપીએલ-1 અને બીપીએલ કાર્ડની કેટેગરીઓ એનએફએસએ (નેશનલ ફૂડ સિક્યુરિટિ એક્ટ)માં સામેલ થાય છે.
એનએફએસએ હેઠળ વડોદરા શહેર અને જિલ્લામાં અઢી લાખથી વધુ રેશનકાર્ડ ઇસ્યૂ થયા છે અને તેનો લાભ 13 લાખથી વધુ લોકો મેળવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલાં એનએફએસએ હેઠળ આવરી લેવાયેલા તેમજ તેમાં નહી આવતા રેશનકાર્ડ ધારકોની ઇ કેવાયસી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા હેઠળ અનેક રેશનકાર્ડ તેમજ લાભાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે.
દર મહિને 15 કિલો ઘઉઁ અને 20 કિલો ચોખા મફત મેળવતા લાભાર્થીઓ
સરકાર દ્વારા એનએફએસએ હેઠળ ગરીબ કુંટુંબોને મફત અથવા રાહતદરે અનાજનું વિતરણ કરવામાં આવે છે જે અંતર્ગત અંત્યોદય કુંટુંબોને દર મહિને એક કાર્ડ દીઠ 15 કિલો મફત ઘઉં અને 20 કિલો ચોખા મળે છે જ્યારે અગ્રતા ધરાવતા કુંટુંબોને વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં અને 3 કિલો ચોખા મફત આપવામાં આવે છે આ ઉપરાંત તુવેરદાળ, ચણા, ખાંડ અને મીઠું રાહતદરે વિતરણ કરાતું હોય છે.
વડોદરા શહેરમાં સરકારી અનાજ મેળવનારાની સંખ્યા
|
ઝોનલ કચેરી
|
રેશનકાર્ડ |
લાભાર્થીઓની સંખ્યા
|
|
1 |
15 હજાર |
73 હજાર
|
|
2
|
10 હજાર |
51 હજાર |
|
3 |
13 હજાર |
63 હજાર |
|
4 |
15 હજાર |
76 હજાર
|
|
5 |
17 હજાર |
86 હજાર
|
|
6 |
14 હજાર |
68 હજાર
|
|
કુલ |
74 હજાર |
4.17 લાખ |
જિલ્લામાં રેશનકાર્ડ પર અનાજ મેળવનારાની સંખ્યા
|
ઝોનલ કચેરી
|
રેશનકાર્ડ |
લાભાર્થીઓની સંખ્યા
|
|
સાવલી |
29 હજાર |
1.47 લાખ
|
|
વાઘોડિયા |
19 હજાર |
51 હજાર
|
|
ડભોઇ |
26 હજાર |
1.31 લાખ
|
|
પાદરા |
32હજાર |
1.88 લાખ
|
|
કરજણ |
21 હજાર |
1.06 લાખ
|
|
શિનોર |
10 હજાર |
52 હજાર |
|
ડેસર |
12 હજાર |
65 હજાર
|
|
રુરલ |
23 હજાર |
1.27 લાખ
|
|
કુલ |
1.72 લાખ |
8.67 લાખ |



