गुजरात
વડસરમાં લગ્ન પ્રસંગે ગયેલા પરિવાર પર હુમલો | Attack on family attending wedding in Vadsar

![]()
વડોદરા,વડસર વિસ્તારમાં લગ્ન પ્રસંગે ગયેલા પરિવાર સાથે ઝઘડો કરી હુમલો કરનાર આરોપીઓ સામે માંજલપુર પોલીસે ગુનો દાખલ કર્યો છે.
માંજલપુર મણીનગર સોસાયટીમાં રહેતા રેશમાબેન પ્રતિકભાઇ શેલારે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, અગાઉ અમે મુજમહુડા ખાતે રહેતા હતા ત્યારે અમારા પાડોશમાં રહેતા પ્રકાશભાઇના દીકરાના લગ્ન પ્રસંગમાં હું, મારા પતિ તથા પરિવારજનો માંજલપુર ડ્રીમ આત્મીય – ૧ વડસર રોડ ગયા હતા. મારા પતિ મારા વડ સાસુને લઇને રિક્ષામાં આવ્યા હતા. તે સમયે સોસાયટીના ગેટ પાસે રિક્ષા અંદર લઇ જવાના મુદ્દે સોસાયટીના રહીશ વિજય પાટિલ સાથે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ સમાધાન થઇ ગયું હતું. ત્યારબાદ સાંજે મારા પતિ સાથે વિજય પાટિલ, દત્તાભાઇ તથા અન્યએ આવીને ઝઘડો કર્યો હતો. હું છોડાવવા વચ્ચે પડતા મને માથામાં ઇઁટ મારી હતી.



