સુરત પુસ્તક મેળામાં અમદાવાદની નબળી કોપી કર્યાનો મુલાકાતીઓનો આક્ષેપ | Visitors allege poor copying of Ahmedabad Flower Show at Surat Book Fair

![]()
સુરતમાં કોવિડ બાદ 20મા સ્વામી વિવેકાનંદ પુસ્તક મેળાનું આયોજન થયું છે પરંતુ સુરતે અમદાવાદની કોપી કરવામાં વેઠ ઉતારી છે. અમદાવાદમાં ફ્લાવર શો માં રીયલ ફુલ નો ઉપયોગ કરાયો હતો જ્યારે સુરતમાં ફ્લાવર શોમાં પ્લાસ્ટીકના ફૂલનો ઉપયોગ કરાતા મુલાકાતીઓમાં નારાજગી જોવા મળી રહી છે.
સુરત પાલિકાના પુસ્તક મેળામાં થે 800 ચો.મી. વિસ્તારમાં ફ્લાવર શો બનાવવામાં આવ્યો છે પરંતુ તેમાં અમદાવાદના ફ્લાવર શોની નબળી કોપી કરવામાં આવી હોવાનો ગણગણાંટ સાંભળવા મળી રહ્યો છે. લાંબા ગાળા બાદ ફ્લાવર શો અને પુસ્તક મેળો યોજાયો હોય સુરતીઓ સમય પહેલાં જ પુસ્તક મેળા- ફ્લાવર શો ની મુલાકાત માટે પહોંચી ગયાં હતા. ફ્લાવર શો માટે થનગની રહેલા સુરતીઓ માટે નિરાશા જોવા મળી હતી.
અમદાવાદનો ફ્લાવર શો જેવો ફ્લાવર શો બનાવવા માટે દાવો કરવામા આવ્યો હતો. પરંતુ અમદાવાદ ફ્વાલર શો જોઈ આવેલા સુરતીઓએ કહ્યું અમદાવાદમાં ફ્લાવર શો થયો હતો જેમાં રિયલ ફુલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરંતુ સુરતે પ્લાસ્ટીકના ફૂલ નો ઉપયોગ કરી ફ્લાવર શોની ચમક ઝાંખી પાડી દીધી છે. આ ઉપરાંત અનેક કૃતિ બનાવી છે તેમાં પણ વેઠ ઉતારવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. મેટ્રોની કૃતિ બનાવી છે પરંતુ તેમાં વેઠ ઉતારી હોવાથી જો બોર્ડ ન લાગ્યું હોય અને સીધુ જોવામાં આવે તો કોઈ મઝાર હોય તેવું દેખાઈ છે તેવો આક્ષેપ સુરતીઓ કરી રહ્યા ંછે. આમ પુસ્તક મેળામાં લખલૂટ ખર્ચ કર્યો હોવા છતાં અનેક છીંડા દેખાતા હોવાની ફરિયાદ થઈ રહી છે.

