गुजरात

આજથી ભાવનગર-પચ્છેગામે વચ્ચે એસ.ટી.ની એક્સ્ટ્રા બસો દોડાવાશે | ST extra buses will run between Bhavnagar Pachhegam from today



– મંદિરના ટ્રસ્ટીઓ, ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનોની રજૂઆત ફળી

– મુરલીધરદાદાના નિજ મંદિરના પ્રવેશોત્સવમાં દરરોજ 3 થી 4 લાખ ધાર્મિક જનતા આવવાની ધારણા

ભાવનગર : વલ્લભીપુર તાલુકાના પચ્છેગામ ખાતે મુરલીધરદાદાના નિજ મંદિરનો પ્રવેશોત્સવ, મહા વિષ્ણુયજ્ઞા, શ્રીમદ્ ભાગવદ્ સપ્તાહ જ્ઞાનયજ્ઞા સહિતના આઠ દિવસીય ધર્મોત્સવનો આવતીકાલ તા.૨૨-૨થી પ્રારંભ થવાનો છે. જેમાં ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી દરરોજ ત્રણથી ચાર લાખ ધાર્મિક જનતા આવવાની ધારણા છે. જેથી ધાર્મિક મુસાફરોને પચ્છેગામ આવવા-જવામાં અગવડતા ન પડે તે માટે એસ.ટી. તંત્ર દ્વારા એકસ્ટ્રા બસો દોડાવવાનું આયોજન કરાયું છે.

મુરલીધર મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ભાવનગર અને બોટાદ જિલ્લામાંથી એસ.ટી. બસોની એકસ્ટ્રા સુવિધા શરૂ કરવા અને વલ્લભીપુરથી પચ્છેગામ વચ્ચે બે મિનિ બસોનું દિવસ દરમિયાન સતત ટ્રીપોનું સંચાલન હાથ ધરવા લેખિત રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ અને બોરતળાવ વોર્ડના ભાજપના પ્રમુખ જગદીશસિંહ ગોહિલે પણ ક્ષત્રિયોના મહાકુંભ મુરલીધર ભગવાનના નિજ મંદિર પ્રવેશોત્સવ માટે ૨૮મી સુધી બોરતળાવથી પચ્છેગામ વચ્ચે બસ સેવા શરૂ કરવા લેખિતમાં રજૂઆત કરી હતી. જેને લઈ એસ.ટી. તંત્ર દ્વારા ભાવનગર ડેપો ખાતેથી ચાર શિડયૂલમાં એકસ્ટ્રા બસો દોડાવાનું આયોજન કરાયું છે.

જેમાં ભાવનગર, કાળિયાબીડથી વરતેજ, ઘાંઘળી, વલ્લભીપુર, પચ્છેગામ સુધી એક્સપ્રેસ ભાડા સાથે એકસ્ટ્રા સંચાલન હાથ ધરવા આયોજન કરાયું છે. વધુમાં ધાર્મિક મુસાફરોને રસ્તામાંથી લેવા-ઉતારવા બાબતે ફરજ પરના ડ્રાઈવર-કંડક્ટરને સુચના આપવા, વાહનોની સાફસફાઈ કરી સ્વચ્છ અને સારી કંડીશનનું ફાળવવા ભાવનગર ડેપો મેનેજરને વિભાગીય નિયામકે પિલાવયકરે સુચના આપી છે. વધુમાં ભાવનગર ડેપોથી પ્રાયોગિક ધોરણે ચાર બસ મુકવામાં આવી છે. જેમ ટ્રાફિક વધશે તેમ વધુ વાહનોનું સંચાલન હાથ ધરાશે તેમ એસ.ટી.ના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.



Source link

Related Articles

Back to top button