આત્મનિર્ભરતાની વાતો વચ્ચે અમદાવાદ મ્યુનિ.નુ ૩૧૪૧ કરોડ દેવું, વાર્ષિક હિસાબ રજૂ કરાતા નથી | Amidst the talk of self reliance

![]()
અમદાવાદ,શુક્રવાર,20
ફેબ્રુ,2026
આત્મ નિર્ભરતાની
વાતો વચ્ચે વર્ષ-૨૦૨૬-૨૭ના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રુપિયા ૧૮૫૧૮ કરોડના
વાર્ષિક બજેટ ઉપરની ચર્ચામા વિપક્ષનેતાએ
આક્ષેપ કરતા કહ્યું, કોર્પોરેશનનુ
કુલ દેવુ રુપિયા ૩૧૪૧ કરોડ છે. કરોડો રુપિયાના બજેટ તમે મંજૂર કરો છો પણ
શહેરીજનોને હિસાબ આપતા નથી.તમારે બજેટની સાથે વાર્ષિક અહેવાલ રજૂ કરવા જોઈએ જેથી
શહેરીજનોને ખબર પડે કે તમે તેમના ટેકસના નાણાંમાંથી શું કર્યુ, શું ના કર્યુ.
પરંતુ છેલ્લા બે વર્ષથી વાર્ષિક અહેવાલ જ રજૂ કરવામા આવતા નથી. સ્ટેન્ડિંગ કમિટી
ચેરમેન દેવાંગ દાણીએ કહ્યુ,
અમદાવાદમાં દર કલાકે બે કરોડ રુપિયાના વિકાસકામ થઈ રહયા છે. મેયરે કહ્યું, વિકાસ માટે લોન
લેવી પણ પડે.
કોર્પોરેશનના જનરલ
બજેટ ઉપરની ચર્ચા દરમિયાન વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે કહ્યુ, શાસકપક્ષ દ્વારા
છેલ્લા કેટલાક વર્ષોથી હજારો કરોડના બજેટ મંજૂર કરાવી લોકોની વાહ વાહ મેળવવા
પ્રયાસ થઈ રહયા છે. પરંતુ હકીકત એ છે કે,
છેલ્લા બે વર્ષમાં રુપિયા ૨૭ હજાર
કરોડના જે બજેટ મંજૂર કરાયા હતા તેનો તમે હિસાબ તો આપો. હિસાબ આપવા માટે તમારે
સ્ટેન્ડિંગ કમિટી અને બોર્ડમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવા પડે એ પણ કરવામા આવતા
નથી.વર્ષ-૨૦૨૬-૨૭ના બજેટની બુકમાં ૧ એપ્રિલ-૨૬ની સ્થિતિએ સરકારી લોન પેટે રુપિયા ૮૦.૧૧ કરોડ,જીએસએફસીની લોન
પેટે ૩૫૪.૪૭ કરોડ, ગ્રીન
બોન્ડના રુપિયા ૨૦૦ કરોડ,
જીઆરસીપી લોન રુપિયા ૩૫૦ કરોડ મળીને કુલ રુપિયા ૯૮૪.૫૮ કરોડનુ દેવુ બતાવ્યુ
છે.નવી લોન પેટે જીએસએફસીના રુપિયા ૧૫૦ કરોડ,
જીઆરસીપીની રુપિયા ૩૦૦ કરોડ મળી રુપિયા ૪૫૦ કરોડની લોન લેવાશે તેમ કહેવાયુ
છે.કુલ લોન રુપિયા ૧૪૩૪.૫૮ કરોડ બતાવી છે.વર્ષ દરમિયાન રુપિયા ૧૦૭.૭૦ કરોડ લોન
ભરાશે અને રુપિયા ૧૩૨૬.૮૮ કરોડનુ દેવુ બતાવાયુ
છે.બજેટમાં વિશ્વબેન્કની રુપિયા ત્રણ હજાર કરોડની લોન સામે રુપિયા ૨૪૬૫
કરોડના કામના આયોજન કરાયા છે.આ તમામ રકમ દેવામા બતાવાના બદલે વિશ્વબેન્કની લોન રુપિયા
૬૫૦ કરોડ બતાવી રુપિયા ૧૮૧૫ કરોડનુ દેવુ ઓછુ બતાવાયુ છે.
ભાજપના શાસનમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને જીવનસાથી મળતા
નથી
બજેટ ઉપર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન બોલી રહ્યા હતા. આ સમયે
તેમણે કોંગ્રેસના શાસનમાં ધંધૂકા માટે વહેતી થયેલી લોકોકિતનો ઉલ્લેખ કરતા
વિપક્ષનેતાઅ વિરોધ કર્યો હતો. તેમણે મેયરને કહ્યુ, તમે ચેરમેનને કહો,
વારંવાર કોંગ્રેસના શાસનમા એવો ઉલ્લેખ ના કરે. ત્રીસ વર્ષ પહેલાની વાતો કરે
છે. પછી જો હુ એમ કહીશ કે,
અમદાવાદમાં વીસ વર્ષથી ભાજપનુ શાસન હોવાછતાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને
જીવનસાથી મળતા નથી તો તેમને કેવુ લાગશે?
આમ કહેતા મેયર ઉપરાંત મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મેયર પણ તેમનુ હસવુ રોકી
શકયા નહોતા.



