गुजरात
AMC ફૂડ વિભાગનો સપાટો, 22 એકમોમાં તપાસ કરી 42 ખાદ્ય નમૂના લેવાયા, 7 એકમોને કુલ રૂ.53 હજારનો દંડ | AMC Health Department Action: Intensive Food Inspection Drive Across Ahmedabad Zones

AMC Food Department Raid Ahmedabad : અમદાવાદમાં શહેરીજનોના આરોગ્ય સાથે ચેડાં કરતા એકમો સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(AMC)નું ફૂડ વિભાગ એકશનમાં આવ્યું છે. હેલ્થ વિભાગ દ્વારા આજે(20 ફેબ્રુઆરી, 2026) શહેરના વિવિધ ઝોનમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ ડિપાર્ટમેન્ટની ટીમોએ અલગ-અલગ વોર્ડ વિસ્તારમાં આવેલા 22 એકમો પર દરોડા પાડ્યા હતા.
AMCના ફૂડ વિભાગ દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોના 22 જેટલાં એકમોમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન શંકાસ્પદ જણાતા કુલ 42 ખાદ્ય ચીજવસ્તુઓના નમૂના લઈ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ ઉપરાંત, આરોગ્યના નિયમોનું ઉલ્લંઘન કરનારા 7 એકમો પાસેથી રૂ.53,000નો દંડ વસૂલવામાં આવ્યો હતો.






