गुजरात

અમદાવાદના વાસણામાં દારૂ પીને યુવકે કર્યા ખેલ, વીડિયો વાઈરલ થતા પોલીસે ભણાવ્યો પાઠ | Viral Video Leads to Arrest of Drunk Man Creating Ruckus in Ahmedabad’s Vasna



Ahmedabad News: ગુજરાતમાં દારૂબંધીના કડક કાયદા વચ્ચે અમદાવાદના વાસણા વિસ્તારમાં એક યુવકને જાહેરમાં દારૂ પીવો ભારે પડ્યો છે. જાહેર માર્ગ પર બેસીને દેશી દારૂ પીધા બાદ હોબાળો મચાવનાર શખસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા જ વાસણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને કાયદાનું ભાન કરાવ્યું હતું.

જાહેર રોડ પર જ જમાવી દીધી મહેફિલ

પ્રાપ્ત માહિતી અનુસાર, વાસણા વિસ્તારમાં એક યુવકે કોઈ પણ જાતના ડર વગર જાહેર રસ્તા પર જ બેઠક જમાવી હતી. આ યુવક રસ્તા પર બેસીને દેશી દારૂ પી રહ્યો હતો અને નશાની હાલતમાં ત્યાંથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ સાથે અણછાજતું વર્તન કરી હોબાળો મચાવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં લગ્ન નોંધણીના નિયમોમાં ધરખમ ફેરફારની તૈયારી, ભાગીને લગ્ન કરનારાઓ મુશ્કેલીમાં મૂકાશે

વાહનચાલકોએ વીડિયો વાઈરલ કર્યો

આ શરમજનક દ્રશ્યો જોઈને ત્યાંથી પસાર થતા કેટલાક જાગૃત વાહનચાલકોએ મોબાઈલમાં વીડિયો બનાવી લીધો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા, જેને પગલે વાસણા પોલીસ હરકતમાં આવી હતી.

વીડિયોના આધારે અને બાતમીદારોની મદદથી વાસણા પોલીસે તાત્કાલિક લોકેશન પર પહોંચી નશામાં ધૂત આ આરોપીની અટકાયત કરી હતી. પોલીસે આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





Source link

Related Articles

Back to top button