गुजरात

મ્યુનિસિપલ શાળાઓમા ફરજ બજાવતા શિક્ષકો ૭૦ ટકા વહીવટી કામગીરી કરતા હોવાનો આક્ષેપ | Working in municipal schools



     

  અમદાવાદ, ગુરુવાર,19 ફેબ્રુ,2026

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલબોર્ડની શાળાઓમાં ફરજ બજાવતા
શિક્ષકો ૭૦ ટકા તેમને સોંપવામાં આવતી વહીવટી કામગીરી કરે છે. માત્ર ૩૦ ટકા જ
શિક્ષણની કામગીરી કરવામા આવતી હોવાનો મ્યુનિસિપલ બોર્ડ બેઠકમાં વિપક્ષ દ્વારા
આક્ષેપ કરવામાં આવ્યો હતો.અંગ્રેજી માધ્યમની ૫૫ શાળામાં ૯૬૩૯ વિદ્યાર્થીઓ અભ્યાસ
કરે છે.જેની સામે ૮૪ નિયમિત શિક્ષકો છે. ૨૩૦ પ્રવાસી શિક્ષકના ભરોસે શાળાઓ ચલાવાઈ
રહી છે.

મ્યુનિસિપલ સ્કૂલબોર્ડના વર્ષ-૨૦૨૬-૨૭ના બજેટ ઉપરની ચર્ચા
દરમિયાન કોંગ્રેસના દંડક જગદીશ રાઠોડે કહ્યું
, સ્માર્ટ શાળાઓ અને ટેકનોસેવી  શિક્ષણ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને
આપવાની વાતો છતાં  છેલ્લા કેટલાક વર્ષો
દરમિયાન કુલ ૧૧૦ શાળાઓ ઓછી થઈ છે.સ્કૂલ બોર્ડ દ્વારા વર્ષ-૨૦૨૫-૨૬માં  મંજૂર કરવામાં આવેલા વિવિધ  કામ માટે મંજૂર કરવામા આવેલી રકમ પુરેપુરી
વપરાઈ નહીં હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો.૯૩ શાળાના બિલ્ડિંગ બંધ હાલતમાં
છે.મ્યુનિ.શાળામાં ભણતા ૧.૭૨ લાખ વિદ્યાર્થીઓને ફેબુ્આરી-૨૬ના બીજા સપ્તાહમાં
પગરખા આપવામા આવ્યા છે.૧૩૯ શાળાઓમાં ૬૯૦ ઓરડાઓની ઘટ છે.અંગ્રેજી માધ્યમમા
શિક્ષકોની ભરતી કરવામા આવતી નથી.ગુજરાતી માધ્યમના શિક્ષકો  વિધ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે.

મ્યુનિ.શાળાઓમાં ૧.૧૨ ડ્રોપઆઉટ રેશીયો

અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તક છેલ્લા કેટલાક  વર્ષોમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લા પંચાયત
હસ્તકની એમ કુલ મળીને ૧૦૩ શાળાઓના ૩૩૩૯૪ વિદ્યાર્થીઓ જોડવામાઆવ્યા છે.આમ છતાં  ૪૫૩ શાળામા ૧.૭૨ લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે
છે.મ્યુનિ.શાળાઓમાં ડ્રોપઆઉટ રેશીયો ૧.૧૨ છે.ડ્રોપઆઉટ થયેલા બાળકોને સમગ્ર શિક્ષા
અંતર્ગત સ્પેશિયલ ટ્રેનિંગ પ્રોગ્રામ હેઠળ આવરી લઈ મેઈન સ્ટ્રીમમા કરવામા આવે છે.



Source link

Related Articles

Back to top button