गुजरात

નિલમબાગ સર્કલ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે 3 મહિલા ઝડપાઈ | 3 women arrested with foreign liquor near Nilambagh Circle



– ત્રણેય મહિલા દારૂનો વેપલો કરવા બહારથી દારૂ લાવી હતી

– લોકલ ક્રાઈમબ્રાન્ચે વિદેશી દારૂ, થેલા મળી રૂ. 29 હજારનો મુદ્દામાલ કબજે લીધો 

ભાવનગર : નિલમબાગ સર્કલ મહાનગરપાલીકાના સ્વિમિંગ પુલ સામેથી વિદેશી દારૂની બોટલ ભરેલા થેલા સાથે લોકલ ક્રાઈમબ્રાન્ચે ત્રણ મહિલાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લોકલ ક્રાઈમબ્રાન્ચના સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ત્રણ મહીલાઓ તેનાં કબ્જા-ભોગવટાના થેલાઓમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇંગ્લીશ દારૂનો જથ્થો બહારથી લાવી હાલ નીલમબાગ સર્કલ મહાનગર પાલીકાના સ્વિમિંગ પુલ સામે જાહેર રોડ ઉપર ઉભા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સ્વિમિંગ પુલ સામે ઉભેલી ઉપાસનાબેન ગૈાતમભાઇ જગુભાઇ ઇંદ્રેકર, કોમલબેન સંતોષભાઇ વિક્રમભાઇ રાઠોડ, અનમોલબેન સુશાંતભાઇ વિનુભાઈ ઇંદ્રેકરને અટકાવી સાથે રહેલા થેલાની તલાશી લેતા વિદેશી દારૂની ૧૬૦ બોટલ રૂ.૨૯,૯૨૫ના મુદામાલ સાથે ત્રણેય મહિલાને ઝડપી લઇ તેના વિરૂધ્ધ નિલમબાગ પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



Source link

Related Articles

Back to top button