गुजरात
Ramadan Chand : ગુજરાતમાં રમઝાનનો ચાંદ દેખાયો, આવતીકાલે પહેલો રોજો રખાશે | ramadan 2026 chand Gujarat india first roza 19 february 2026

Ramadan Chand 2026: રમઝાન મહિનો ઇસ્લામના સૌથી પવિત્ર મહિનાઓમાંનો એક છે, જે શાબાન પછી આવે છે. દુનિયાભરના મુસ્લિમો રમઝાનની આતુરતાથી રાહ જુએ છે, જે રાહ અંતે પૂર્ણ થઈ છે. આજે(18 ફેબ્રુઆરી) ભારતમાં રમઝાનનો ચાંદ દેખાયો. જેને લઈને મુસ્લિમોમાં ખુશીનો માહોલ છે. દિવસ પૂરો થતાં જ બધાની નજર આકાશ પર ટકેલી હતી. કારણ કે ચાંદ દેખાયા પછી જ રમઝાન મુબારક આપવામાં આવે છે અને તરાવીહની નમાઝ શરુ થાય છે.
ગુજરાતમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાયો, કાલે પહેલો રોજો: ગુજરાત ચાંદ કમિટી
ગુજરાતમાં રમઝાન મહિનાનો ચાંદ દેખાઈ ગયો છે. ગુજરાત ચાંદ કમિટી દ્વારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે. આજે પહેલી શેરી અને આવતીકાલે પહેલો રોજો રહેશે. તમામ મુસ્લિમ ભાઈઓ માટે પવિત્ર મહિનાની શરુઆત આજથી થઈ ચૂકી છે.




